ધનરાજ નથવાણી રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડના ડાયરેક્ટર છે અને સાથે-સાથે તેઓ ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી તેમજ ફોર્ચ્યુન 500માં સામેલ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ગ્રુપ પ્રેસિડેન્ટનો હોદ્દો પણ ધરાવે છે. એકસમયે ટેક્સટાઈલ્સ અને પોલિએસ્ટર કંપની તરીકે જાણીતી રિલાયન્સ કાળક્રમે ઉત્ક્રાંતિ પામીને હવે એનર્જી, મટીરિયલ્સ, રિટેલ, એન્ટરટેઈન્મેન્ટ અને ડિજિટલ ક્ષેત્રમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી ચૂકી છે. રિલાયન્સની પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ પોર્ટફોલિયો એ હદે વિસ્તરી ચૂક્યો છે કે આજે તે કોઈને કોઈ રીતે દરેક ભારતીયને તેના રોજિંદા જીવનમાં આર્થિક અથવા સામાજિક ફલક પર સ્પર્શી રહ્યો છે. રિલાયન્સ હવે એવા પ્લેટફોર્મ્સનું નિર્માણ કરવા પર ધ્યાન આપી રહી છે કે જે ચોથી ઔદ્યોગિક ક્રાંતિને વેગ આપશે અને ભારત માટે અનેક તકો અને સફળતાની ક્ષિતિજોનું નિર્માણ કરશે, જેથી તેના દરેક નાગરિકો પોતાની ખરી ક્ષમતાને ઉજાગર કરી શકે. રિલાયન્સનું નાણાંકીય વર્ષ 2023-24 માટેનું નાણાકીય પ્રદર્શનઃ રેવન્યુ રૂ. 10,00,122 કરોડ (યુએસ$ 119.9 બિલિયન) અને ચોખ્ખો નફો રૂ. 79,020, કરોડ (યુએસ$ 9.5 બિલિયન).
ધનરાજ નથવાણી અત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના જામનગર મેન્યુફેક્ચરિંગ ડિવિઝન તેમજ વડોદરા મેન્યુફેક્ચરિંગ ડિવિઝન ઉપરાંત ગુજરાતમાં રિલાયન્સ જિયોની કામગીરી સંભાળી રહ્યા છે. તેઓ ફાઈનાન્સ એન્ડ એકાઉન્ટ્સ, પ્રોક્યોર્મેન્ટ એન્ડ કોન્ટ્રાક્ટ્સ, હ્યુમન રિસોર્સ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, સિક્યોરિટી, કોર્પોરેટ અફેર્સ અને કંપનીના બંને મેન્યુફેક્ચરિંગ ડિવિઝનની સીએસઆર પ્રવૃત્તિઓનો હવાલો સંભાળી રહ્યા છે. તેઓ દિલ્હી અને મહારાષ્ટ્ર રાજ્ય સંબંધિત ચોક્કસ વધારાની જવાબદારીઓ પણ સંભાળી રહ્યા છે.
તેઓ રમતગમત પ્રત્યે અત્યંત ઉત્સાહી છે. ધનરાજ નથવાણી હાલ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના (જીસીએ)ના પ્રેસિડેન્ટ છે. અગાઉ 2013માં, માનનીય શ્રી અમિત શાહજીએ વર્ષ 2013માં જીસીએનો ચાર્જ લીધો હતો અને એસોસિયેશનના તત્કાલીન પ્રેસિડેન્ટ તરીકે તેમણે અમદાવાદમાં સમગ્ર વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બાંધવાનું સ્વપ્ન સેવ્યું હતું અને કેટલાક દૂરોગામી અસરો ધરાવતા નીતિ વિષયક ફેરફારો કર્યા હતા. તેમના અનુગામી તરીકે, શ્રી ધનરાજ નથવાણીએ આ સ્વપ્નની પરિકલ્પનાને આગળ ધપાવી હતી અને તેને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેની ફળશ્રુતિરૂપે આપણે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જોઈ રહ્યા છીએ. સાચે જ, ક્રિકેટિંગ વિશ્વમાં આ સ્ટેડિયમ એક બેનમૂન સ્થાપત્યનો દરજ્જો પ્રાપ્ત કરી ચૂક્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech