દ્વારકામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

  • July 11, 2024 10:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા અને ભાટિયાના હોટેલ સંચાલકો સામે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી


દ્વારકામાં આવેલી એક હોટલ પાસે બેસીને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલા કેતન પ્રવીણભાઈ રુપડીયા, મીરાજ નાનુભાઈ નોઘોરી અને માધવજી દેવજી ડાભીને પોલીસે ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કરીને ગુનો નોંધ્યો છે.


જયારે દ્વારકામાં ગોમતીઘાટ પાસે જાનકી હોટલના સંચાલક આનંદ પ્રમોદભાઈ ભુંડિયા તેમજ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા કાના સવજીભાઈ સોનગરાએ તેમના શિવમ ગેસ્ટ હાઉસમાં બહારગામથી આવતા ગ્રાહકોની નિયમ મુજબ પથિક સોફ્ટવેર ઓનલાઈન એન્ટ્રી ન કરતા આ અંગે સ્થાનિક પોલીસ મથકમાં ઉપરોક્ત બંને આસામીઓ સામે જાહેરનામા ભાંગની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application