દ્વારકા જિલ્લાના ત્રણ માથાભારે શખસો પાસાના પાંજરે પુરાયા

  • March 31, 2025 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાબરમતી, વડોદરા અને રાજકોટ જેલમાં ધકેલતી એલસીબી


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવાના પ્રયાસ રૂપે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એલસીબી વિભાગે ત્રણ માથાભારે શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કયર્િ છે.


એલસીબી પીઆઈ કે.કે. ગોહિલની આગેવાની હેઠળ જિલ્લાના ટોપ મોસ્ટ ગુનેગારોની માહિતી એકત્ર કરવામાં આવી હતી. પીએસઆઈ બી.એમ. દેવમુરારી અને તેમની ટીમે અસામાજિક તત્વોની વિગતો મેળવી જિલ્લા કલેક્ટર આર.એમ. તન્ના સમક્ષ પાસાની દરખાસ્ત રજૂ કરી હતી.


કલેક્ટરની મંજૂરી બાદ પોરબંદર તાલુકાના બગવદર ગામના સહદેવ જેઠા બાપોદરા (28)ને સુરતની લાજપોર જેલમાં, કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામના લખમણ અરભમ ખૂંટી (22)ને સાબરમતી જેલમાં અને પોરબંદર તાલુકાના દેગામના જયમલ ઉર્ફે જયલો સુંડાવદરા મેર (25)ને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા છે.

આ કાર્યવાહીમાં એલસીબી પીઆઈ કે.કે. ગોહિલ, પીએસઆઈ આકાશ બારસીયા, ભાર્ગવ દેવમુરારી અને એસ.વી. કાંબલીયા સહિતની ટીમ સામેલ હતી. નાયબ મામલતદાર નિલેશભાઈ કરમુર અને પોલીસ સ્ટાફે પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application