સૌરાષ્ટ્રમાં ઝાપટાંથી દોઢ, સાબરકાંઠાના પ્રાંતીજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો

  • July 09, 2024 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અષાઢી બીજ અને ત્યાર પછીના બીજા દિવસે સૌરાષ્ટ્ર કચ્છ કોરોધાકડ રહ્યા પછી ગઈકાલે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્યથી દોઢ ઇંચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના લોધીકામાં 32 મિલીમીટર નોંધાયો છે.

મધ્ય ગુજરાત પર દરિયાની સપાટીથી 4.5 કીલોમીટરની ઊંચાઈ પર સાઇક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે. ગુજરાતથી કેરળના દરિયામા ઓફશોર ટ્રફ પણ જોવા મળે છે અને તેના કારણે આજે પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ અને તાપી જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી પોરબંદર જુનાગઢ ભાવનગર મોરબી દ્વારકા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદની વિગત જોઈએ તો રાજકોટ જિલ્લાના લોધિકામાં 32 પડધરીમાં 10 જસદણમાં 8 કોટડા સાંગાણીમાં છ અને રાજકોટ સીટીમાં એક મિલીમીટર વરસાદ નોંધાયો છે.
કચ્છ જિલ્લાના ભુજમાં 23 નખત્રાણામાં 21 અને મુન્દ્રામાં 9 મીલીમીટર વરસાદ થયો છે. મોરબી જિલ્લાના ટંકારામાં 16 વાંકાનેર અને માળીયા મિયાણામાં 10 -10 મિલીમીટર વરસાદ થયો છે. જૂનાગઢ શહેરમાં 13,મેંદરડામાં 4 અને વંથલીમાં ત્રણ મિલીમીટર વરસાદ પડ્યો છે. જામનગર જિલ્લાના કાલાવડમાં 11 જામજોધપુરમાં છ અને લાલપુરમાં એક મિલીમીટર વરસાદ પડ્યો છે. ભાવનગર શહેરમાં ચાર મિલિમિટર અને મહુવામાં આઠ તળાજામાં 20 ગારીયાધાર પાલીતાણા અને સિહોરમાં બબ્બે મિલી મીટર વરસાદ થયો છે. અમરેલી જિલ્લાના લાઠી અને ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પણ સામાન્ય ઝાપટું પડ્યું છે. સૌથી વધુ વરસાદ રાજ્યમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં 84 અને તલોદમાં 48 મિલીમીટર નોંધાયો છે. સુરતના ઓલપાડમાં 32 મિલીમીટર પાણી પડ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application