જામનગરમાં કેટલાક ઝોન વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય લાઇન રીપેરીંગ કરવાની હોય, આજે સમર્પણ, બેડી, સોલેરીયમ, નવાગામ ઘેડ વિસ્તારમાં પીવાનું પાણી નહિ મળે આવતીકાલે આ પાણી મળશે. પરંતુ ૧૯૫૦૦ ઘરોને આજે પાણી નહિં મળે તેમ જાણવા મળે છે.
જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે કે, તા.૨૪/૦૨/૨૦૨૯ મંગળવારના રોજ સમર્પણ ઈ.એસ.આર.ખાતે જુના સમ્પના ડીમોલેશન કામમા પાણીની આવકની મુખ્ય પાઈપ લાઈન શીફ્ટીંગ કરવાની હોય, બેડી ઈ.એસ.આર.ખાતે. સમ્પ સફાઈનુ કામ કરવાનુ હોય, અને ખીજડીયા ફીલ્ટર પ્લાન્ટ ખાતે સ્કાડા ફલોમીટર ફીટીંગ કામ કરવાનુ હોવાથી, સોલેરીયમ ઝોન હેઠળ આવતા વિસ્તારો ગાંધીનગર મેઈન રોડ, મોમાઈનગર-૧ થી ૫, ગોકુલધામ, નહેરૂનગર, મચ્છરનગર, શાંતીનગર, શાસ્ત્રીનગર, લાબહાદુર સોસા., પટેલ કોલોની ૧ થી ૧૨ વિસ્તારમાં પાણી નહીં મળે.
આ ઉપરાંત મંગલબાગ ૧ થી ૪, આહીર બોડીંગ પુનાતર હોસ્પીટલ વાળો વિસ્તાર, વાલ્કેશ્વરીનગર, સ્વસ્તીક સોસા., પારસ સોસાયટી, સદગુરૂ કોલોની, હિંમતનગર ૧ થી ૫, જયંત સોસાયટી, દ્વારકેશ સોસાયટી, વિકાસગૃહ રોડ, રામેશ્વરનગર, માતૃઆશીષ, પટેલ કોલોની ૧ થી ૮ રોડ નં.૪, પટેલવાડી વિગેરે વિસ્તારો, નવાગામ ઘેડ ઝોન હેઠળ આવતા ખડખડનગર, વિનાયક પાર્ક, જાશોલીયા સોસાયટી, ગાયત્રી ચોક, સિધ્ધેશ્વર સોસાયટી, વિવેકાનંદ સોસાયટી, દલીતવાસ, માડમફળી, ઈન્દીરા-એ, મધુવન સોસાયટી, ઈન્દીરા-બી,આનંદ સોસાયટી, મીલન સોસાયટી, માતૃઆશીષ-૪ અને ૫ ,કબીરનગર જશવંત સોસાયટી, નાઘેરવાસ, સરસ્વતી સોસાયટી, માસ્તર સોસાયટી, તથા વિમલપાર્ક, માટેલ ચોક, માટેલ ચોક, રાજરાજેશ્વરી, ગાયત્રીનગર ગાયત્રીનગર, જલારામ નગર, શિવમ એસ્ટેટ, ગાયત્રીનગર, વિનાયક પાર્ક, કિષ્ના પાર્ક, શક્તિ પાર્ક, નવજીવન, પટેલ વાડી, નિર્મળનગર, ભોળેશ્વર, રામેશ્વરનગર, સંસ્કાર દિપ,ગાયત્રી શેરી નં.૧,૨,૩, નંદન પાર્ક, બાપુનગર, રાઠોડ ફળી, પરમાર ફળી, ગોપાલ ચોક, ૮૦ કવાર્ટર મધુરમ રેસીડેન્સી વિસ્તારો બેડી ઝોન હેઠળ આવતા વિસ્તારો થરી-૧,૨, ઈકબાલ ચોક, શેરે રજા ચોક, પીરોટન ચોક, જામા મસ્જીદ ચાંદની ચોક કરીમ જામનુ નાકુ, દેનાબેંક મીલ વિસ્તાર, જોડીયાવાળો ડેલો, હાઉસીંગ બોર્ડ, પાંચની ચાલી, વૈશાલીનગર-૧ થી૭, રામમંદિર ચોક, અઢીની ચાલી, ધરારનગર, પાણાખાણ, જુનુ, એકડે એક બાપુ વિસ્તાર, જોડીયા ભુંગા ગરીબનગર,પાણાખાણ નવી લાઈન, દિવેલીયા ચાલી, જુનુ પાણાખાણ નવુ પાણાખાણ,સલીમ બાપુના મદ્રેશા, વિગેરેનો સમાવેશ થાય છે.
વોટર વર્કસ શાખાએ યાદીમાં જણાવ્યું છે કે સમર્પણ ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો શીવમ સોસાયટી,ઓશવાળ-૨,૩,૪, પટેલ નગરી, કેવલીયાવાડી, શીવમ સોસાયટી, મહાવીર પાર્ક, સિધ્ધી પાર્ક, ગોકુલધામ, જોઈસરપાર્ક, વૃંદાવન સોસાયટી, દવાબજાર, જોઈસરપાર્ક, વાસાવીરા, મયુરવિલા, પંડીતદીન દયાલ આવાસ, ધરારનગર-૧, ઝુંપડ પટ્ટી, હાઉસીંગ બોર્ડ, જંગલખાતુ અને સદગુરૂ સોસાયટી, વિગેરે વિસ્તારો પાણી વિતરણ બંધ રહેશે. ઉકત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા બીજા દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લઈને સહકાર આપવા.