એપ્રિલ મહિનામાં, જ્યારે આરબીઆઇ ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં નાણાકીય નીતિ સમિતિની બેઠક યોજાશે ત્યારે ફરી એકવાર મોંઘા ઇએમઆઇથી પરેશાન લોકોને રાહત મળી શકે છે. આનું કારણ એ છે કે, જાન્યુઆરી 2025માં છૂટક ફુગાવાનો દર 5 ટકાથી નીચે 4.3 ટકા પર આવી ગયો છે.
છૂટક ફુગાવામાં મોટા ઘટાડાને ધ્યાનમાં લેતા આરબીઆઇ ફરીથી રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લઈ શકે છે. ગયા અઠવાડિયાની શરૂઆતમાં આરબીઆઇએ રેપો રેટ 6.50 ટકાથી ઘટાડીને 6.25 ટકા કર્યો હતો. જાન્યુઆરી મહિનામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને કારણે ફુગાવો ઘટ્યો છે અને રવિ પાક સારા થવાને કારણે ફુગાવો વધુ ઘટવાની ધારણા છે.
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના નેશનલ ડિરેક્ટર રિસર્ચ વિવેક રાઠીએ જણાવ્યું હતું કે, આરબીઆઇ એમપીસીએ ફેબ્રુઆરી મહિનામાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. જોકે, ફુગાવામાં ઉછાળાની શક્યતા હોવા છતાં, આરબીઆઇ આગામી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટમાં ઘટાડો કરવાનું ચાલુ રાખી શકે છે. જેથી વપરાશને પ્રોત્સાહન મળી શકે. આનાથી ખાસ કરીને ઓછી આવક ધરાવતા જૂથોને ફાયદો થશે જેઓ ઊંચા વ્યાજ દરોથી સૌથી વધુ પ્રભાવિત છે.
રાસેન્સ પ્રાઇવેટ લિમિટેડના એમડી અને સીઈઓ સંજય કુમારે જણાવ્યું હતું કે, સીપીઆઈ ફુગાવો 5 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે આવું થયું છે. ખાદ્ય ફુગાવાને નિયંત્રિત કરીને જ અર્થતંત્રમાં વપરાશને પ્રોત્સાહન આપી શકાય છે. છૂટક ફુગાવાનો દર 4 ટકાની નજીક છે તે નીતિગત દૃષ્ટિકોણથી સારો છે. કારણ કે તે એપ્રિલમાં દર ઘટાડાની શક્યતાને ખુલ્લી મૂકે છે.
કેરએજ રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી રજની સિંહાએ જણાવ્યું હતું કે, અમારું માનવું છે કે, ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર અને નાણાકીય વર્ષ 2025-26માં ફુગાવાનો સરેરાશ 4.4 થી 4.5 ટકા રહેવાની ધારણા છે. આવી સ્થિતિમાં, ફુગાવાના દરમાં ઘટાડાને કારણે, એપ્રિલમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો થવાની શક્યતા છે.
આરબીઆઇની નાણાકીય નીતિની જાહેરાત કરતા ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ઓક્ટોબર 2024માં ફુગાવાનો દર સહિષ્ણુતા મર્યાદાથી ઉપર ગયા પછી, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ઘટાડો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં ખરીફ પાકનું ઉત્પાદન સારું થવાથી, શિયાળા દરમિયાન શાકભાજીના ભાવમાં ઘટાડો થવાથી અને સારા રવિ પાકની શક્યતાને કારણે ખાદ્ય ફુગાવાનું દબાણ ઓછું થઈ શકે છે. મુખ્ય ફુગાવામાં થોડો વધારો થશે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં ફુગાવાનો દર 4.8 ટકા રહેવાનો અંદાજ છે, જ્યારે ચોથા ક્વાર્ટરમાં ફુગાવાનો દર 4.4 ટકા રહી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદુનિયાના આ દેશોમાં નથી ઉજવવામાં આવતો વેલેન્ટાઇન ડે!
February 13, 2025 04:59 PMઆ કંપની પોતાના કર્મચારીઓને ખુશ કરવા માટે આપી રહી છે હેંગઓવર લીવ!
February 13, 2025 04:54 PMશું વારંવાર મોઢામાં ચાંદા પડે છે? તો હોય શકે આ ગંભીર રોગની શરૂઆતના સંકેતો
February 13, 2025 04:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech