ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલા વિછુડા વાડી ખાતે રહેતા જયમીતભાઈ રસિકભાઈ નકુમ નામનો યુવાન તેના કાકાના દીકરા ભાઈ સાથે ગત તારીખ 27 મી ના રોજ જી.જે. 37 એફ. 8857 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને બેહ ગામે આવેલા વાછરા દાદાના મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે આવળ માતાજીના મંદિરની આગળ રહેલી ગોલાઈ પાસે પહોંચતા જયમીતભાઈનું મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું. જેના કારણે તેને ગોલાઈના એરોનું નિશાન વાળું બોર્ડ અથડાતા તેને પેટના ભાગે લાગતાં ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા રસિકભાઈ મેઘજીભાઈ નકુમએ અહીંની પોલીસને કરી છે.
ફતેપુરના વૃદ્ધને હૃદયરોગનો જીવલેણ હુમલો
ભાણવડ તાબેના ફતેપુર ગામે રહેતા રણમલભાઈ નાથુભાઈ કરાઠીયા નામના 70 વર્ષના સગર વૃદ્ધને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર મનસુખભાઈ રણમલભાઈએ ભાણવડ પોલીસને કરી છે.
ભાણવડ નજીક બાઇકની ઠોકરે સાયકલ સવાર વૃદ્ધ ઇજાગ્રસ્ત
ભાણવડમાં દરજી શેરી વિસ્તારના મૂળ રહીશ અને હાલ રાજકોટના ન્યુ રેલ નગર વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ દયાળજીભાઈ મેશવાણિયા નામના 68 વર્ષના વૃદ્ધ થોડા દિવસો પૂર્વે પોતાની સાયકલ પર બેસી અને માર્કેટિંગ યાર્ડ પાસેથી જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 એફ. 7399 નંબરના મોટરસાયકલના ચાલકે તેમને પાછળથી ઠોકર મારતા સાયકલ સવાર મહેન્દ્રભાઈ મેશવાણીયા ફંગોળાઈ ગયા હતા અને તેમને શરીરના જુદા જુદા ભાગોમાં નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ભાણવડ પોલીસે બાઈક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મીઠાપુર, ભાણવડમાં જુગાર રમતા છ ઝડપાયા
ભાણવડ તાલુકાના સેવક દેવરિયા ગામેથી પોલીસે આમદ જુમા ઘુઘા, નવા કાસમ ઘુઘા, મામદ મુસા સમા અને અલી હાસમ ઘુઘાને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.
મીઠાપુર તાબેના ભીમરાણા ગામેથી વસંત કારૂભાઈ જનગરીયા અને રણમલ ઉર્ફે ચુંગી સવા ચૌહાણને પોલીસે તીનપત્તીનો જુગાર રમતા મુદામાલ સાથે ઝડપી લઈ, ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર: સોનોગ્રાફી મશીન વિવાદ ચાર મશીન જીજી હોસ્પિટલમાં છે કાર્યરત
November 20, 2024 06:12 PMજામનગર પોલીસની ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત કામગીરી, સીટી બી પીઆઇ ચેકિગમાં જોડાયા
November 20, 2024 06:06 PMયુપીના કરહાલમાં યુવતીએ બીજેપીને વોટ આપવાનું કહેતા સપા ના કાર્યકરો દ્વારા કરાય હત્યા
November 20, 2024 05:04 PMતાલિબાને બિન-ઈસ્લામિક પુસ્તકો પર મૂક્યો પ્રતિબંધ, હવે સરકાર જે ઈચ્છે તે જ વાંચી શકશે લોકો
November 20, 2024 04:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech