જુનાગઢ ગીર સોમનાથ દેવભૂમિ દ્રારકા પોરબંદર ખંભાળિયા સુરત વડોદરા સહિત રાયના અનેક જિલ્લાઓમાં પોટલા મોઢે વરસાદ વરસ થયા પછી હવે તેની તીવ્રતા ધીમે ધીમે ઓછી થઈ રહી છે. સૌરાષ્ટ્ર્ર કચ્છમાં તો વરસાદનો એક રાઉન્ડ જાણે પૂરો થઈ ગયો હોય તેમ માત્ર સામાન્ય છાંટા પડા છે. કયાંય પણ પૂરો અડધો ઈંચ પણ વરસાદ પડો નથી.
કંટ્રોલ મના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર્રમાં સૌથી વધુ વરસાદ જુનાગઢ જિલ્લાના માંગરોળમાં સાત મીલીમીટર પડો છે. માળીયા ભેસાણ ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ઉના અમરેલી જિલ્લાના ખાંભા મોરબી જિલ્લાના માળીયા મીયાણા રાજકોટ જિલ્લામાં ગોંડલ કોટડા સાંગાણી અમરેલી જિલ્લામાં અમરેલી જાફરાબાદ ભાવનગર જિલ્લામાં ગારીયાધાર અને કચ્છ જિલ્લામાં મુન્દ્રા ખાતે ત્રણ થી છ મિલિમિટર વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં તાપી ડાંગ નવસારી સુરત વલસાડ જિલ્લામાં સામાન્યથી આઠ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. પરંતુ સવારે ૬:૦૦ થી ૮ ના પ્રથમ બે કલાકમાં માત્ર ૨૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે અને તેમાં પણ કયાંય નોંધપાત્ર વરસાદ નથી. છેલ્લા ૨૪ કલાકમાં તાપી જિલ્લાના ડોલવણમાં સાત વાલોદમાં ચાર સોનગઢમાં ચાર અને વ્યારામાં ત્રણ ઈચ વરસાદ નોંધાયો છે.ડાંગ જિલ્લાના સુબિરમાં સાત વધઈમાં ત્રણ ઈંચ પાણી પડું છે નવસારી શહેરમાં સાડા છ જલાલપોરમાં પાંચ ગણદેવીમાં પાંચ વાસદામાં ત્રણ ચીખલીમાં બે અને ખેરગામમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના ઉચ્છલમાં આઠ ઈંચ વરસાદ પડો છે. જેમાંથી બે ઈંચ આજે સવારના પ્રથમ બે કલાકમાં નોંધાયો છે. સુરત જિલ્લાના મહત્પવામાં સાડા પાંચ ઈંચ પાણી પડું છે વલસાડ શહેરમાં બે અને જિલ્લામાં ધરમપુરમાં ત્રણ કપરાડામાં ત્રણ અને વાપીમાં પોણા બે ઈંચ વરસાદ થયો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ અત્યારે દક્ષિણ ગુજરાતથી કેરળની દરિયા પટ્ટીમાં ઓફ શોર ટ્રફ જોવા મળે છે. આ સિવાયની સાયકલોનિક સકર્યુલેશન કે તેવી કોઈ સિસ્ટમ ન હોવાથી હવે વરસાદનું જોર ક્રમશ: ઓછું થતું જશે.
આજી, ભાદર અને મચ્છુ સહિત આઠ જળાશયમાં પોણા બે ફૂટ સુધી આવક
સૌરાષ્ટ્ર્રમાં મેઘવિરામ વચ્ચે રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના કુલ ૮૨માંથી આઠ ડેમમાં પોણા બે ફટ સુધી નવા નીરની આવક નોંધાઇ છે. વરસાદ નથી પરંતુ નદી, નાળા અને ચેકડેમો છલકાયા બાદ તેના વ્હેણ ચાલું રહેતા આવક થયાનું જાણવા મળે છે. યારે ૮૨માંથી એક પણ ડેમ સાઇટ ઉપર છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં વરસાદ નોંધાયો નથી.વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના લડ સેલના જણાવ્યા મુજબ ગત સવારે આઠથી આજે સવારે આઠ સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં રાજકોટ જિલ્લાના ભાદર–૧માં ૦.૦૩, આજી–૩માં ૦.૫૦ ફટ, વાછપરીમાં ૧.૬૪ ફટ, છાપરવાડી–૨માં પોણો ફટ, મોરબી જિલ્લાના મચ્છુ–૨માં ૦.૨૬ ફટ, ડેમી–૨માં ૦.૧૬ ફટ, જામનગર જિલ્લામાં ઉંડ–૧માં ૦.૩૦ ફટ, ઉંડ–૨માં ૧.૧૫ ફટ નવા નીરની આવક નોંધાઇ છે.દરમિયાન રાજકોટ શહેરને પીવાનું પાણી આપતા આજી–૧, ન્યારી–૧ અને ભાદર–૧ હજુ પચાસ ટકાથી વધુ ખાલી છે ત્યારે આ વર્ષે આ ત્રણેય ડેમ ઓવરલો થશે કે નહીં ? તેવો સવાલ રાજકોટવાસીઓમાંથી ઉઠી રહ્યો છે, ડેમ તો દૂર રાજકોટનું લાલપરી તળાવ પણ હજુ છલકાયું નથી. તદઉપરાંત રાજકોટ શહેરમાં ગત વર્ષની તુલનાએ વરસાદ પણ ઓછો હોય શહેરીજનોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. રાજકોટ શહેરનો મોસમનો કુલ વરસાદ હજુ માંડ ૧૫ ઈંચ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇચ્છાધારી ઇજનેરોએ રોડ ઉપરના ખાડા યથાવત રાખી સિટી બ્યુટીફિકેશન શરૂ કયુ
November 19, 2024 04:07 PMરાજકોટ જિલ્લાના પ્રવાસન સ્થળો વધુ વિકસીત કરાશે
November 19, 2024 04:06 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટરશ્રીના અઘ્યક્ષસ્થાને યોજાઈ
November 19, 2024 04:05 PMજામનગરની મોટી હવેલીના પૂ. વલ્લભરાયજી મહોદયના આત્મજનો શુભ વિવાહ પ્રસ્તાવ
November 19, 2024 04:03 PMરાજકોટ મહિલા પોલીસ ટીમ ડીજીપી કપ બાસ્કેટબોલ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન
November 19, 2024 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech