જામનગરમાં એકલિંગજી સોસાયટીથી બાયપાસ સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે વધુ ત્રણ માસ બંધ રહેશે

  • March 17, 2025 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મ્યુનિ.  કમિશનરનું જાહેરનામું


જામનગરમાં વોર્ડ નંબર -૭ માં  કામગીરી માટે રસ્તો બંધ કરવા અંગે નું જાહેરનામું હાલ અમલમાં છે. તેની મુદત ત્રણ માસ માટે લંબાવવામાં આવી છે .જે અંગે નું જાહેરનામું મ્યુનિ. કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 


જામનગર મહાનગર પાલિકાની હદમાં વોર્ડ નં.૭ એકલિંગજી સોસાયટી થી જામનગર બાયપાસ રોડ સુધી ના રસ્તા માં ભુગર્ભ ગટર ની મુખ્ય પાઈપ લાઈન નાખવા ની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવા ના હેતુ થી તા.૯-૧-૨૦૨૫ થી તા.૮-૩-૨૦૨૫ એટલે કે, ૨ માસ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવેલ હતી. જે જાહેરનામાની નવી સમયમર્યાદા તા.૦૯-૦૩-૨૦૨૫ થી તા.૦૮-૦૬-૨૦૨૫ સુધી લંબાવવા માં આવી છે . જે અંગે મ્યુનિ.કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે . જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બી.પી.એમ.સી. એક્ટ ની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.


વોર્ડ નં. ૭ એકલીન્ગજી સોસાયટી થી જામનગર બાયપાસ રોડ સુધીનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે એકલીન્ગજી સોસાયટીના ગેઇટથી શ્યામ હેરીટેજ સોસાયટી થઇ પાલ્મ વ્યુ સોસાયટીમાં થઇ નાઘેડી ગામ તરફ જતા રોડ પર થઇ જામનગર બાયપાસ રોડ તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application