સિવિલમાંથી એજિલસ લેબમાં કરાવવામાં આવતા રિપોર્ટમાં તબીબોનું કમિશન

  • November 23, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આરોગ્ય ક્ષેત્રે મોટા કાંડ પ્રાઇવેટ હોસ્પિટલમાં જ નહીં તપાસવામાં આવે તો સરકારી હોસ્પિટલમાં ખુલી શકે છે, રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં એમઓયુથી છેલ્લા સાત વર્ષથી અગાઉની એસ.આર.એલ.લેબ અને હવેની નામ બદલીને એજ જગ્યા પર ચાલતી એજિલસ લેબની ગોઠવણથી વર્ષે લાખો પિયા મેળવી રહી છે જે પૈસામાં હોસ્પિટલ પોતાનું મશીન મૂકી દર્દીઓના રિપોર્ટ હોસ્પિટલમાં જ કરી શકે છે. ઝનાના હોસ્પિટલના જેએસએસકે યોજના હેઠળ ગાયનેક વિભાગ દ્રારા જરી પરીક્ષણ માટેના સેમ્પલ એજિલસ લેબમાં ઢગલા મોઢે મોકલવામાં આવે જ છે પરંતુ વોર્ડમાં પણ એજિલશ લેબના ફોર્મ રાખવામાં આવ્યા હોવાથી જે તે સિનિયર ડોકટર્સની સહી અને એસો.પ્રોફેસરનો સ્ટેમ્પ લગાવવામાં આવેલો હોઈ છે. કેટલાક રિપોર્ટ હોસ્પિટલની લેબોરેટરીમાં થતા ન હોવાનું કહી ફરજ પરના તબીબ એજિલસના ફોર્મમાં ટેસ્ટ લખી આપે છે અને એ સેમ્પલ દર્દીના સ્વજનએ લઇ લેબ સુધી જવાનું હોઈ છે. ત્યાં સેમ્પલ અને પૈસા જમા કારવ્યાના જેવો રિપોર્ટ એના આધારે સમય આપી રિપોર્ટ લઇ જવાનું કે જે તે ડોકટરના વોટસએપ ઉપર મોકલી દેવામાં આવે છે.
આ જોતા જે રીતે પ્રાઇવેટ હોસ્પિટલના ડોકટર્સ અને બહારની લેબ વચ્ચે કમિશનની સાઠગાંઠ હોય છે એ જ રીતે સિવિલમાં પણ જેમનો સ્ટેમ્પ હોય કે સહી હોઈ એ તબીબને નક્કી થયા મુજબ ભેટ સોગાત કે અન્ય લેતીદેતી એજિલશ લેબ દ્રારા કરવામાં આવતી હોવાનું તપાસ થાય તો ખુલી શકે એવી શકયતા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં થતા હોય એવા ટેસ્ટ પણ તબીબ દ્રારા એજિલસ લેબમાં કરાવવા માટે મોકલવામાં આવે નહીં અને હોસ્પિટલની લેબમાં વધુ ટેસ્ટ ઉપલબ્ધ બને એ માટે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્રારા વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને લેબ રિપોર્ટની પારદર્શક સિસ્ટમ ગોઠવી અને અત્યાર સુધીના લાખોના બિલની ચકાસણી બાદ ચુકવણું કરવામાં આવે એ હોસ્પિટલ અને દર્દીના આર્થિક હિત માટે જરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application