વર્ષ -૨૦૨૪ તેની અંતિમ ઘડીઓ ગણી રહ્યુ છે. ઘણા લોકો માટે આ વર્ષ ખૂબ દુ:ખદ અને સંકટમય અને પીડાદાયક પસાર થયુ હશે તો ઘણા માટે શુકનવંતુ પણ સાબિત થયુ હશે. વીતેલુ વર્ષ જેવુ ગયુ હોય તેવુ પરંતુ આવનારુ વર્ષ સહુ માટે સારુ જાય તેવી સ્વાભાવિક રીતે જ લોકો આશા અપેક્ષા રાખતા હોય છે ત્યારે પોરબંદરના બંદર વિસ્તારમાં ‘ઉજ્જડતા પાછળનો ઉજાસ’ શીર્ષક હેઠળ લેવાયેલી આ તસ્વીર માટે શબ્દોની કોઇ જરિયાત જણાતી નથી. સવારે સૂરજ ઉગી રહ્યો છે તેના આગળના ભાગે વૃક્ષ સાવ ઉજ્જડ જેવુ ભાસી રહ્યુ છે પરંતુ તેની અમુક ડાળખીઓમાં પાંદડા ફૂટી રહ્યા છે અને જાણે હકારાત્મકતા પ્રસરાવીને સૂરજદાદા પણ એમજ કહી રહ્યા છે કે ‘વર્ષ -૨૦૨૪માં તમારી જિંદગી ભલે આ વૃક્ષ જેવી ઉજ્જડ બની ગઇ હોય પરંતુ વર્ષ -૨૦૨૫માં સોનેરી આશાઓ લઇને હું ઉગી રહ્યો છું અને તમારા બધામાં પણ હકારાત્મકતાનો પ્રકાશ ફેલાવી રહ્યો છું’ તેવો બોધ આપી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅઝરબૈજાન વિમાન ક્રેશ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માંગી માફી, 38 લોકોએ જીવ ગુમાવ્યા
December 28, 2024 11:00 PMઅઝરબૈજાન વિમાન ક્રેશ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માંગી માફી, 38 લોકોએ જીવ ગુમાવ્યા
December 28, 2024 11:00 PMજામનગરઃ આ વર્ષે ખેલ મહાકુંભમાં ગત વર્ષ કરતા વધુ રજીસ્ટ્રેશન થયા
December 28, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech