સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં સામાન્ય ઝાપટાં રાજયમાં વરસાદનું જોર ઘટયુ

  • September 05, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છેલા થોડા દિવસથી શ થયેલો વરસાદનો નવો રાઉન્ડ ધીમો પડો છે આજે સવારે છ વાગ્યે પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાયના ૧૩૩ તાલુકામાં વરસાદ નોધાયો છે પરંતુ મોટાભાગના સ્થળોએ સામાન્ય ઝાપટાં પડા છે. બનાસકાંઠા પાટણ મહેસાણા જિલ્લામાં દોઢથી અઢી ઈંચ અને સૌરાષ્ટ્ર્ર કચ્છમાં સામાન્ય ઝાપટાંથી એક ઈંચ વરસાદ થયો છે.સૌરાષ્ટ્ર્રમાં સૌથી વધુ વરસાદ કચ્છના નખત્રાણા અને રાજકોટ જિલ્લાના લોધિકામાં એક એક ઈંચ નોંધાયો છે. કચ્છમાં રાપર ભચાઉ મુન્દ્રા રાજકોટ જિલ્લામાં કોટડા સાંગાણી ગોંડલ ભાવનગર જિલ્લામાં તળાજા ઉમરાળા વલભીપુર ઘોઘા દ્રારકા જિલ્લામાં ખંભાળિયા જામનગર જિલ્લામાં લાલપુર કાલાવડ સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા વઢવાણ ચોટીલા ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર તાલાલા મોરબી શહેર અને અમરેલી શહેરમાં સામાન્ય ઝાપટા પડા છે.ગુજરાતની વાત કરીએ તો પાટણ જિલ્લાના સાંતલપુરમાં અઢી રાધનપુરમાં સવા બે અને શંખેશ્વરમાં બે ઈંચ વરસાદ થયો છે મહેસાણા જિલ્લાના બેચરાજીમાં અઢી બનાસકાંઠાના લખણીમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.આજે સવારે છ થી આઠ વાગ્યાના પ્રથમ બે કલાકમાં ૩૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના થરાદમાં પોણા બે ઈંચ થયો છે. કંટ્રોલ મના જણાવ્યા મુજબ આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ભચ સુરત નવસારી વલસાડ મોરબી અને કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતા છે. બંગાળની ખાડીમાં આજે લો પ્રેશર સિસ્ટમ ઊભી થવાની છે. આ સિસ્ટમના કારણે વરસાદનો વધુ એક રાઉન્ડ આગામી દિવસોમાં આવી શકે છે. રાજસ્થાનના સાઉથ વેસ્ટ દિશામાં સાયકલોનિક સકર્યુલેશન છવાયુ છે. આવી જ સિસ્ટમ આસામ હરિયાણા અને અંદામાનમાં જોવા મળે છે. અરબી સમુદ્રમાં ઓમનના દરિયા નજીક પણ સાયકલોનિક સકર્યુલેશન છવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application