ગુજરાતમાં સ્વરાજયની ચૂંટણીનો મહાસંગ્રામ ૧૫ મહાનગરપાલિકાઓમાં ભાજપ આગળ

  • April 28, 2026 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો મહાસંગ્રામ પૂરો થયા બાદ આજે મતગણતરી થઇ રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત ૧૫ મહાનગરપાલિકાઓમાં કુલ ૧૦૪૪ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જગં જામ્યો હતો. હાલ રાજકોટમાં ૭૨ બેઠકમાંથી ભાજપને ૨૨ જયારે કોંગ્રેસને ૪, જામનગરમાં ૬૪ બેઠકમાંથી ભાજપને ૮ જયારે કોંગ્રેસને ૬ બેઠક, વાપીમાં ૫૨ બેઠકમાંથી ભાજપને ૨૪ તેમજ કોંગ્રેસને ૪ અને સુરેન્દ્ર નગરમાં ૫૨ બેઠકમાંથી ભાજપને ૧૬ તથા કોંગ્રેસને ૩ બેઠક પર વિજય પ્રા થયો હતો. ગરમીના તાપ વચ્ચે યોજાયેલા મતદાનમાં ૧૫ મહાનગરપાલિકાઓમાં આશરે ૫૫.૧ ટકા મતદાન નોંધાયું હતું, યારે નગરપાલિકાઓ અને પંચાયતોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર જેવી મોટી મહાનગરપાલિકાઓ સાથે નવી રચાયેલી મહાનગરપાલિકાઓ જેમ કે વાપી, નવસારી, મોરબી, નડીયાદ, સુરેન્દ્રનગરમાં પણ કાંટાના ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણી પંચે ૨૪ એપ્રિલે જાહેર કરેલી અખબારી યાદી પ્રમાણે સ્થાનિક સ્વરાયની ચૂંટણીમાં કુલ ૭૩૨ ઉમેદવાર બિનહરીફ જાહેર કર્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application