ા. પોણા બે લાખની વીજ ચોરીના કેસમાં મહિલાને નિર્દોષ મુકત કરતી પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ કોર્ટ

  • May 30, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મસીતીયા રોડ ઉપર દરેડમાં રહેતી મહિલા નુરબાઇ નુરમામદ ખફી ઉપર પી.જી.વી.સી.એલ. દ્વારા એ મુજબની ફરિયાદ કરવામાં આવેલ હતી કે આ કામના આરોપી પીળા કલરનો આશરે 8 મીટર વાયર એલ.ટી. લાઇનમાં લગાડી વાણિજય અને રહેણાંકના હેતુ માટે વીજચોરી કરતા ગુન્હો કરતા પકડાઇ જતા બનાવ અને સ્થળ રોજકામ કરવામાં આવેલ અને પી.જી.વી.સી.એલ.ના અધિકારી દ્વારા પાવર ચોરીની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવેલ અને તે અંગે ભારતીય પુરાવા અધિનિયમની કલમ 65(બી) નું સર્ટી આપવામાં આવેલ અને ત્યારબાદ તપાસ પુર્ણ થતા કોર્ટમાં આરોપી સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ.

આ કામે પ્રિનસીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં કેસ ચાલવા પર આવતા આરોપીએ તેમનો બચાવ કરવા યુવા ધારાશાસ્ત્રી મોહસીન કે, ગોરીને રોકેલ અને કેસમાં ફરીયાદી, સ્થાનિક જગ્યાના પંચો, ચેકીંગ ટીમના સભયો, પી.એઇ.ઓ. તથા તપાસ કરનાર અધિકારીને તપાસેલ તેમજ કુલ 21 દસ્તાવેજી પુરાવાઓ તપાસેલ ત્યારબાદ કેસ દલીલ પર આવતા આરોપીના વકીલ દ્વારા વિગતવારની એવી દલીલ કરવામાં આવેલ કે, આરોપીએ નજીકથી પસાર થતી લાઇનમાં પોલ ઉપરથી ડાયરેકટ વીજ જોડાણ કરી વીજ વપરાશ કરી ા. 1,75,849ની વીજ ચોરી કરેલ હોવાની હકીકત પુરાવાના આધીન સાબિત થયેલ નથી અને ફોટોગ્રાફી, વીડીયોગ્રાફી પણ ફરીયાદપક્ષ સાબિત કરી શકેલ નથી. જેનો લાભ આરોપીને મળવો જોઇએ જેથી આરોપીને નિર્દોષ છોડી મુકવાની દલીલ કરેલ હતી. જે તમામ માન્ય રાખી આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટે હુકમ કરેલ છે. આરોપી તરફે જાણીતા યુવા ધારાશાસ્ત્રી મોહસીન કે. ગોરી રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application