દ્વારકાના વરવાળા સ્થિત વિવાદાસ્પદ ધ સ્કાય કમ્ફર્ટ હોટલને તંત્રએ લગાવ્યું સીલ

  • May 27, 2025 11:55 AM 


દેવભૂમિ દ્વારકામાં છેલ્લા ઘણા સમયથી ભારે ચર્ચામાં રહેલી વરવાળા દરિયા કિનારે આવેલ ધ સ્કાય કમ્ફર્ટ હોટલને સીલ મારી કડક કાર્યવાહી કરવામાં આવી હતી, અતિ ચકચારી બની ગયેલા આ પ્રકરણમાં જાણવા મળતી વિગત મુજબ દ્વારકા-મીઠાપુર રોડ પર વરવાળા ગામ ખાતે આવેલ પાંચ માળની ૩૬ જેટલા રૂમ ધરાવતી હોટલને તાલુકા વિકાસ અધિકારી, વરવાળા સરપંચ સહિતની ટીમ દ્વારા એસડીએમના હુકમની અમલવારી કરીને સીલ મારવામાં આવ્યું હતું. 


વરવાળાના દરિયા કિનારે આવેલ ધ સ્કાય કમ્ફર્ટ હોટલની જમીન રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલ હતી, આ જગ્યામાં વાણિજયીક હેતુથી બાંધકામ કરીને હોટલ ચલાવવામાં આવતી હતી, તેમજ હોટલમાં ફાયરના કોઇપણ સાધનો ઉપલબ્ધ ન હતા વિગેરે કારણોસર એસડીએમ દ્વારા અગાઉ નોટીસ પાઠવવામાં આવી હતી. 


દ્વારકા નજીક વરવાળા ગામના દરિયા કિનારે આવેલી ધ સ્કાય કમ્ફર્ટ બીચ હોટલને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે. ગઇકાલે બપોરે ૩ વાગ્યે પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


દ્વારકાના એસડીએમ અમોલ આવટેના આદેશ મુજબ, દ્વારકા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને વરવાળા ગામના સરપંચની હાજરીમાં હોટલને સીલ કરવામાં આવી. થોડા દિવસો પહેલા જ હોટલને નિયમભંગ બદલ નોટિસ આપવામાં આવી હતી.
​​​​​​​

તપાસમાં બહાર આવ્યું કે, હોટલમાં ફાયર સેફ્ટીની આવશ્યક સુવિધાઓનો અભાવ છે. વધુમાં, કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (ઈછણ)ના કાયદા અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમનું ઉલ્લંઘન કરીને બાંધકામ કરવામાં આવ્યું છે. હોટલની બાંધકામ મંજૂરી માત્ર રહેણાંક હેતુ માટે હતી, પરંતુ તેનો વ્યવસાયિક ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. તંત્રની આ કડક કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application