શહેરમાં જુલાઇ સુધી પીવાના પાણીની કોઇ મુશ્કેલી નહીં પડે

  • May 03, 2024 11:44 AM 

જામનગરને 140 એમએલડી પાણીની જરીયાત: સાગર, ઉંડ-1, સસોઇ, નર્મદામાંથી દરરોજ 25 એમએલડી પાણી મળે છે: બેડી, જોડીયા ભુંગા, માધાપર સહિતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ટેન્કરથી પાણી વિતરણ


મે મહીનાની શઆત થઇ ચૂકી છે, હાલમાં જામનગરને પાણી આપતા ડેમોમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ હોય, આશરે જુલાઇના અંત સુધી જામનગર શહેરને પીવાના પાણીની કોઇ તકલીફ નહીં પડે, જો પાણીની ઘટ પડે તો પણ નર્મદામાંથી હાલમાં 25 એમએલડી પાણી લેવામાં આવે છે તેના બદલે 50 એમએલડી પાણી પણ લઇ શકાશે, જો કે જામનગર શહેરના બેડી, જોડીયા, ભુંગા, માધાપર અને શહેરની 128 કિ.મી.ની હદમાં ભળેલા કેટલાક ભાગોમાં હજુ પણ ટેન્કરથી પાણી પહોંચાડવું પડે છે, જેમ-જેમ પાણીની પાઇપલાઇન નાખવામાં આવતી જશે તેમ-તેમ ટેન્કર ધીરે-ધીરે બંધ થઇ જશે. જો જુલાઇના અંતમાં પાણીની ઘટ પડશે તો નર્મદામાંથી વધુ 25 એમએલડી પાણી લેવા પણ કોર્પોરેશને નિર્ણય કર્યો છે.


જાણવા મળતી માહિતી મુજબ જામનગર શહેરનો વિસ્તાર અને વસ્તી વધતા હવે 115ને બદલે 140 એમએલડી પાણીની જરીયાત ઉભી થઇ છે, પમ્પહાઉસથી રણજીતસાગર સુધી પીવાના પાણીની લાઇન લગભગ જુનના અંતમાં અથવા જુલાઇની 10 તારીખ સુધીમાં કામગીરી પુરી થઇ જશે જેથી રણજીતસાગરમાંથી 20 એમએલડી પાણી લઇ શકાશે. નાઘેડી અને અન્‌ય વિસ્તારમાં પીવાના પાણીનો ટાંકો બનવાને કારણે વધુ 50 હજાર લોકોને ઝડપથી પીવાનું પાણી મળી શકશે.


ગોકુલનગર, સમર્પણ, મહાપ્રભુજીની બેઠક અને ઢીચડામાં કુલ 143 કિ.મી. પાઇપલાઇનનું કામ પુર્ણ થવાની તૈયારીમાં છે જેનો ખર્ચ પણ ા.60.60 કરોડ દશર્વિાયો છે. ઉંડ-1થી પમ્પહાઉસ સુધીની મહત્વની એવી 42 કિ.મી.ની પીવાના પાણીની લાઇન ા.121.10 કરોડના ખર્ચે મંજુર થઇ છે, જેમાં લગભગ 14 કિ.મી. જેટલી પાઇપલાઇનનું કામ પૂર્ણ થઇ ચૂકયું છે, નલ સે જલ યોજના અંતર્ગત શહેરના અન્ય વિસ્તારોમાં પીવાના પાણીની લાઇન પણ નાખવામાં આવી રહી છે.


ખંભાળીયા બાયપાસ, નાઘેડી વિસ્તારમાં પાણી મળી રહે તે માટે 30 એમએલડીનો ફિલ્ટર પ્લાન્ટ, 18 લાખ લીટરની કેપેસીટીનો ઇએસઆર તેમજ પમ્પીંગ સ્ટેશન અને મશીનરી માટે સ્ટે.કમિટીએ ા.32.66 કરોડ મંજુર કયર્િ બાદ ટેન્ડરની કાર્યવાહી પણ મંજુર થઇ ચૂકી છે. જુદા-જુદા પમ્પીંગ સ્ટેશન, ફીલ્ટર પ્લાન્ટ, સ્કાડા સિસ્ટમ અને ફલોમીટર લગાવવા માટે ા.21.66 કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે એ કામ પૂર્ણ થઇ જતાં વધુ 20 એમએલડી જેટલું પાણી શહેરને મળી શકશે.


પાણીના ટેન્કરની રામાયણ હજુ પણ ચાલું છે, વર્ષોથી બેડી, જોડીયા ભુંગા, માધાપર ભુંગા સહિતના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીના ટેન્કર ચાલી રહ્યા છે, ઉપરાંત સમર્પણ પાછળનો કેટલોક વિસ્તાર અને ગોકુલનગરના વિસ્તારમાં પણ ટેન્કર ચાલી રહ્યા છે, ઉપરાંત શહેરની હદ વઘ્યા બાદ કેટલાક વિસ્તારોમાં પાણીના ટેન્કરો મોકલવા પડે છે. એક પછી એક નવી પાઇપલાઇન નાખવામાં આવી રહી છે ત્યારે આ તમામ પાઇપલાઇનો નખાઇ ગયા બાદ જામનગર શહેરને લગભગ ા.160 એમએલડી પાણીની જરીયાત ઉભી થવાની છે જે આ પાઇપલાઇન થઇ ગયા બાદ પુરી થઇ જશે.


ઉનાળાની ગરમીએ જોર પકડયું છે, દરરોજ કરતા વધુ પાણીનો વપરાશ થઇ રહ્યો છે, 45 મીનીટ એકાંતરા પાણી આપવામાં આવે છે, પરંતુ વપરાશ વધી રહ્યો હોવાના કારણે કેટલાક વિસ્તારોમાં પાઇપલાઇનો તુટી જવાથી અવારનવાર પાણી વ્યવસ્થા એ વિસ્તાર પુરતી બંધ કરવી પડે છે. હજુ બે મહીના ચાલે તેટલું પાણી ઉંડ-1, સસોઇ, આજી અને રણજીતસાગરમાં છે અને તરત જ ચોમાસુ પણ જુનની 10 તારીખ આસપાસ આવી જશે એટલે આ વખતે પીવાના પાણીની કોઇ તકલીફ પડે એવું લાગતું નથી અને જો થોડીઘણી સમસ્યા સર્જાય તો પણ હાલમાં નર્મદામાંથી 25 એમએલડી પાણી લેવામાં આવે છે તેમાં વધુ 25 એમએલડીનો વધારો કરીને નર્મદામાંથી 50 એમએલડી પાણી મોંઘુ ભલે હોય પરંતુ લઇ શકાશે.


ઉનાળાનો સમય છે ત્યારે લોકો પાણીનો વેડફાટ ન કરે...


જામનગરને ચાર ડેમોમાંથી પુરતું પાણી મળી રહે છે, ગયા વખતે સારો વરસાદ થયો છે, જેને કારણે હજુ પણ ડેમમાં પાણીનો પુરવઠો બે મહીના ચાલે તેટલો છે, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, ડીએમસી ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની, વોટર વર્કસના કાર્યપાલક ઇજનેર નરેશ પટેલ અને ચારણીયા સહિતના અધિકારીઓ પણ પાણી લોકોને સમયસર મળી રહે તે માટે ચિંતીત છે અને બે મહીનાનું આયોજન પણ કરી ચૂકયા છે ત્યારે લગભગ 10 જુન આસપાસ ધીરે-ધીરે વરસાદ આવવાની શઆત થશે એટલે હાલ તો આ સિઝનમાં જામનગરવાસીઓને પીવાના પાણીની કોઇ તકલીફ નહીં પડે, પરંતુ લોકો અવારનવારા પાણીનો વેડફાટ કરે છે એ ન કરે અને પાણીનો બચાવ કરે તે માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application