જામનગર પેરોલ ફર્લો સ્કવોડે પકડી રાજકોટ સોપી આપ્યો
રાજકોટ આજી ડેમ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે બાવડીદળ ગામેથી પકડી લીધો હતો.
જામનગર પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એલ.જે. મિયાત્રા તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા અંગે જરુરી વર્કઆઉટમાં હતા.
દરમ્યાન સ્ટાફના સલીમભાઇ નોયડા, ભરતભાઇ ડાંગર, ગોવિંદભાઇ ભરવાડને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનના કલમ ૩૬૩, ૩૬૬ મુજબ ગુનામાં ભોગ બનનારને આ કામનો આરોપી મિલન વિઠ્ઠલ નારીયા અપહરણ કરી ભગાડી લઇ જઇ છેલ્લા ૬ માસથી નાસતો ફરતો હતો.
જે આરોપી તથા ભોગ બનનાર બંને હાલ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બાવડીદળ ગામે આવેલ છે જે હકીકતવાળી જગ્યાએથી આરોપી મિલન નારીયા રહે. ન્યુ રાજદીપ સોસાયટી બંધ શેરી, મવડી, રાજકોટ મુળ બાવડીદળ જામજોધપુરવાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી આગળની કાર્યવાહી માટે રાજકોટ આજી ડેમ પોલીસ સ્ટેશનને જાણ કરી સીટી-એ ડીવીઝન ખાતે સોંપી આપેલ છે.
***
વસઇ પાટીયા પાસેથી ત્રણ વર્ષથી ફરાર શખ્સની અટકાયત
સિકકા પોલીસ સ્ટેશનના ગુનામાં ત્રણેક વર્ષથી નાસતા ફરતા આરોપીને વસઇ પાટીયા પાસેથી સિકકા પોલીસે પકડી લીધો હતો.
જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલા તથા સર્કલ પીઆઇ પી.એલ.વાઘેલાના માર્ગદર્શન હેઠળ સિકકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સિકકા પીએસઆઇ આર.એચ. બાર તથા સ્ટાફના માણસો પોલીસ હેડ કોન્સ અર્જુનસિંહ જાડેજા, પો.કોન્સ દિલીપસિંહ જાડેજા, વિજયભાઇ કારેણાને ચોકકસ બાતમી હકીકત મળેલ કે સિકકા પોલીસ સ્ટેશન પાર્ટ-બીના પશુ પ્રત્યે ક્રુરતા નીવારણ અધિનીયમ ૧૯૬૦ની કલમ ૧૧(૧) ક તથા ૨૦૧૭ની સુધારા મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી ફારુક ઉર્ફે કાળુ ટપુ પરમાર રહે. હાલ ટંકારા, ખારી વિસ્તાર , મુળ વાંકાનેર અલંકાર હોટલની પાછળ ઝુંપડામાં મોરબીવાળો હાલ વસઇ ગામના પાટીયા પાસે ઉભેલ છે જે હકીકતવાળી જગ્યાએ જઇ સિકકા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણેક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરમાં બેક ઓફ બરોડાની લાલ બંગલા બ્રાંચમાં ATM માં પૈસા જમા કર્યા...પણ થયા નહી
April 15, 2025 05:58 PM‘મંદિરની સુરક્ષા વધારી દ્યો...’ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમિલનાડુથી ઇ-મેઇલ મળ્યો
April 15, 2025 05:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech