જિલ્લા પંચાયતના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને કાળી પટ્ટી ધારણ કરી ફરજમાં જોડાયા

  • February 14, 2024 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંદોલનાત્મક કાર્યક્રમનો પ્રારંભ

ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર સમગ્ર રાજ્ય ભરમાં ફરજ બજાવતા પંચાયતી કર્મચારીઓના જુદા જુદા  પ્રશ્નોને લઈ ને આજથી વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમોનો પ્રારંભ કરાયો છે, જેના ભાગરૂપે આજે જામનગરની જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ પર જોડાયા છે.
કર્મચારી મંડળના સભ્યો દ્વારા પોતાની  જુદી જુદી ચાર જેટલી માંગણીઓ જેમાં ૧.૪.૨૦૦૪ પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવા બાબત, તેમજ કેન્દ્ર સરકારના ધોરણે પીએફમાં ૧૦ ટકા ના બદલે સરકારનો ફાળો ૧૪ ટકા કરવા, તથા કેન્દ્રના કારણે  ડી.એ.ના સ્લેબ માં વધારો કરવા, ઉપરાંત કેન્દ્રના કારણે અન્ય ભથ્થાઓ સાતમાં પગાર પંચ મુજબ આપવા ની વિવિધ માંગણીઓ સાથે લડત ચલાવવામાં આવી રહી છે.
જે પ્રશ્નોનું આજ સુધી નિરાકરણ આવ્યું ન હોવાથી આજે ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર વિરોધ કરાયો છે.
આજે પ્રથમ દિવસે તથા આવતીકાલે બીજા દિવસે પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર આપી કાળી પટ્ટી સાથે પોતાની ફરજ ચાલુ રખાશે, ત્યારબાદ ૧૬ ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યના કર્મચારીઓ કાળા કપડા ધારણ કરીને પોતાની ફરજ બજાવશે, અને મુખ્યમંત્રીને પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવાશે.
ત્યારબાદ આગામી તારીખ ૨૩ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે બપોરે ૧૨.૦૦ વાગ્યા થી ૩.૦૦ વાગ્યા સુધી ધરણાંનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application