નાગેશ્વર જયોતિર્લિંગ મંદિર પરિસરને બે કરોડના ખર્ચે અદ્યતન અને સુવિધાજનક બનાવાયું

  • July 31, 2024 10:27 AM 

શ્રાવણ માસના પ્રારંભે પુજારી પરિવાર લોકાર્પણ કરશે


ભારતના બાર જ્યોતિર્લિંગ પૈકીના એક એવા દ્વારકાથી 15 કીમીના અંતરે સ્થિત પ્રસિધ્ધ જયોતિલીંગ નાગેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં વારાદાર પુજારી ગીરધરભારથીએ તેમને મળેલા દાનની આવકમાંથી એક વર્ષ દરમ્યાન રૂપિયા બે કરોડના ખર્ચે મંદિર પરિસરનો પુનઃ વિકાસ થશે. મંદિર પરિસરને શિવ ભકતોની સુવિધા સાથે અને ધાર્મિક સ્ટ્રકચરને અદ્યતન બનાવાયું છે તેવો દાવો પુજારી પરિવારે કર્યો છે.શ્રાવણ માસના પ્રારંભે પુજારી પરિવારના મહેન્દ્રભારથીતથા યોગેશભારથી લોકાર્પણ કરશે.


મોટાભાગનો હિન્દુ વર્ગ ચારધામ અને સાતપુરી તથા બાર જયોતિર્લીંગની યાત્રા હંમેશા કરવા તત્પર હોય છે.દેશના છેવાડે દ્વારકાનું જયોતિર્લીંગ ભારતના પ્રથમ ધામ દ્વારકાપુરી નજીક જયોતિર્લીંગ નાગેશ્વર આવેલ છે. જેથી દ્વારકાનું આ આઠમું જ્યોતિર્લીંગ કહેવાય છે. તેના દર્શનાર્થે અચુક યાત્રિક દ્વારકા આવ્યા પછી નાગેશ્વર જરૂર જાય છે. વર્ષો પૂર્વે જાણીતા બોલીવુડ પ્રોડયુસર ગુલશન કુમારે આ મંદિરનો જીર્ણોધ્ધાર કરી સમગ્ર મંદિરનું ગર્ભગૃહ તથા નીજ મંદિર સહિતનું પુનઃનિર્માણ કર્યુ હતું. બાદ હવે બીજા તબકકાનું મંદિર પરિસરનું પુનઃ નિર્માણ કરી પુજારી પરિવારના ગીરધરભારથી તથા મહેન્દ્રભારથી અને યોગેશભારથી તેમના એક વર્ષના સેવાપૂજાના ક્રમ દરમ્યાન યુધ્ધના ધોરણે વિકાસ કાર્ય હાથ ધરીને પુર્ણ કર્યુ છે.


શિવભકતો મંદિરે આવે અને તેઓ યજ્ઞ કરી શકે તેના માટે યજ્ઞશાળાનું વિધિવિધાન મુજબ પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે. ઉપરાંત શનિદેવનું મંદિર બનાવાયું છે તેમજ આજ સ્થળ ઉપર ટુંક સમયમાં કાળભૈરવ દાદાના નૂતન મંદિરનું નિર્માણ થશે. હાલ નિર્માણાધીન પરિસરમાં શિવ દરબારની મૂર્તિ તથા મંદિરોના દર્શનમાં ભાવિકોનો ભાવ વધુને વધુ જોવા મળે તેવા હેતુસર લાઈટીંગ, ડેકોરેશન કાયમી ધોરણે તથા કુદરતી પ્રકૃતિનો અહેસાસ થાય તેવું સુંદર પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે.


દાનની રકમમાંથી મંદિર વિકાસનું પ્રેરણાદાયી દ્રષ્ટાંત આગામી સપ્તાહે શ્રાવણ માસના પ્રારંભ સાથે આ પરિસર શિવભકતોને પુજારી પરિવારના મહેન્દ્રભારથી તથા યોગેશભારથી દ્વારા અર્પણ કરાશે. પુજારી પરિવારના જણાવ્યા પ્રમાણે મંદિર પરિસરના પુનઃ જીર્ણોધ્ધારમાં સુવિધાઓ સહ નિર્માણાધીન થયું છે. જેમાં મંદિરની ઉતર દિશા તરફ મંદિરના પ્રવેશદ્વારથી લઈ 70 હજાર ચો.ફુટ જગ્યાને વધુમાં વધુ ખુલ્લી કરવામાં આવી છે અને તેના ઉપર રાજસ્થાનના કલાત્મક સફેદ કલરના મારબલથી કંડારવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application