બેડીમાં વિવાદીત બાંધકામ તોડવા પર વડી અદાલતે લગાવી રોક

  • January 03, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તંત્રની કાર્યવાહી સામે હાઇકોર્ટમાં રીટ પીટીશન : વધુ સુનાવણી ૨૮ ફેબ્રુઆરીએ

જામનગરના બેડીમાં રજાક સાઇચાના રહેણાક મકાનને તોડવા પર રાજયની વડી અદાલતે રોક લગાવી છે, તંત્રની કાર્યવાહી સામે હાઇકોર્ટમાં રીટ પીટીસન કરવામાં આવી હતી જેમાં અરજદારના વકીલની ધારદાર દલીલો ઘ્યાને લઇને હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે. આ અંગેની વધુ સુનાવણી ૨૮ ફેબ્રુઆરીએ થનાર છે.
જામનગરના બેડીમાં સરકારી જમીનમાં આશરે ૨૫ વર્ષ પહેલા રઝાક નુરમામદ સાયચાએ બંગલો બનાવી લીધાની ફરિયાદ ગયા સપ્તાહે મામલતદારે પોલીસમાં નોંધાવી હતી. જેના પગલે રઝાક સામે લેન્ડ ગ્રેબિંગ એેક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
જામનગરના મહેસૂલ તથા પોલીસતંત્ર દ્વારા આ બાંધકામ દૂર કરવા માટે ડિમોલીશન હાથ ધરાયુ હતું આ કાર્યવાહી સામે રઝાક સાયચાએ હાઇકોર્ટમાં રીટ કરી હતી જેની પ્રાથમિક સુનાવણીમાં અરજદારના વકીલ વી.એચ. કનારાએ રજુઆત કરી હતી કે શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં સરકારી જમીનો પર ઝુપડપટ્ટી સહિતના ગેરકાયદે બાંધકામો લાંબા સમયથી અસ્તીત્વમાં છે, રેવન્યુ તંત્ર દ્વારા કામગીરી શરુ કરવામાં આવી તે પછી કાયદા મુજબ તેમા અપીલ થઇ શકતી હતી જે તે દબાણકારને પોતાનો પક્ષ રજુ કરવાનો સમય અપાતો હોય છે જયારે આ પ્રકરણમાં તેઓને સાંભળવાનો કે અપીલમાં જવાનો સમય પ્રાપ્ત થયો નથી અને તે પહેલા ડિમોલીશ શરુ કરી દેવાયુ હતું.
આ જગ્યામાં વર્ષો પહેલા તેમના નામનું વિજ જોડાણ પણ આપવામાં આવ્યુ છે આ રજુઆતો ઘ્યાને લઇ હાઇકોર્ટે પાડતોડ કામગીરી આગામી તા. ૨૮ ફેબ્રુઆરી સુધી સ્થગીત કરવા હુકમ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application