તા.૩૧ માર્ચના રોજ જાહેર રજાના દિવસે પણ જિલ્લા તિજોરી કચેરી તથા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા મોડી રાત સુધી કાર્યરત રહેશે

  • March 19, 2025 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના છેલ્લા દિવસે એટલે કે તા.૩૧ માર્ચ ૨૦૨૫ ના રોજ રમજાન ઈદની જાહેર રજામાં પણ જામનગર જિલ્લા તિજોરી કચેરી તેમજ સરકારી નાણાકીય વ્યવહાર કરતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને તે હેઠળની લગત શાખાઓ મોડી રાત સુધી કાર્યરત રહેશે.


​​​​​​​નાણાકીય વર્ષના છેલ્લા દિવસે સરકારી નાણાકીય વ્યવહાર વગેરેના ક્લિયરન્સ સહિતની કામગીરી સરળતાથી સંપન્ન થાય, ગ્રાન્ટ લેપ્સ જવા સહિતના પ્રશ્નો ન ઉદ્ભાવે તેમજ રાજ્ય સરકાર દ્વારા બજેટમાં ફાળવાયેલ નાણાંનો યોગ્ય સમયમર્યાદામાં વિકાસ કામો માટે ઉપયોગ કરી શકાય તે માટે જામનગરની જિલ્લા તિજોરી કચેરી, તાલુકાઓનીની પેટા તિજોરી કચેરીઓ તેમજ સરકારી નાણાકીય વ્યવહાર ધરાવતી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને તેની લગત શાખાઓ મોડે સુધી ખુલ્લી રાખવાનો જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા હુકમ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application