જમ્મુ-કાશ્મીરમાં દરરોજ તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. કાશ્મીર ખીણમાં તાપમાન માઈનસ 25 ડિગ્રી થઈ ગયું છે. જેના કારણે વિશ્વ પ્રસિદ્ધ દલ સરોવરનો દરેક ભાગ જામી ગયો છે. દલ સરોવરના કેટલાક ભાગોમાં 3 થી 6 ઈંચ જાડા બરફનો થર ફેલાઈ ગયો છે. જેના કારણે દલ સરોવરમાં રહેતા જીવોની ગતિ થંભી ગઈ છે.
મળતી માહિતી મુજબ અત્યારે કાશ્મીરના દરેક ભાગમાં ઠંડીના કારણે લોકોની હાલત દયનીય બની ગઈ છે. સ્થિતિ એવી છે કે તળાવો અને નદીઓના પાણી સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. જેના કારણે પીવાના પાણીના નળ અને પાઈપલાઈન જામ થઈ ગઈ છે. પાણી અને વીજળીની અછતથી લોકો ભારે પરેશાન છે. ખાસ કરીને તળાવની પાસે લોકોને તેમના ઘરની બહાર આવવા માટે બરફના જાડા થરમાંથી પસાર થવું પડે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં કાશ્મીરમાં લોકોને ઠંડીથી રાહત મળવાની કોઈ આશા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કાશ્મીરમાં આગામી 48 કલાકમાં ઠંડી વધુ રહેશે અને આ ઠંડીની અસર દેશના અન્ય રાજ્યોમાં પણ જોવા મળી શકે છે.
ચિલ્લા-એ-કલાન ચાલી રહી છે
માહિતી અનુસાર કાશ્મીરમાં 21 ડિસેમ્બરથી ચિલ્લા-એ-કલાન શરૂ થઈ ગયું છે, જે 40 દિવસ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન સતત હિમવર્ષા થાય છે અને તાપમાનમાં ઝડપી ઘટાડો થાય છે. ચિલ્લા-એ-કલાન 30 જાન્યુઆરીએ સમાપ્ત થશે. આ વખતે કાશ્મીરમાં 50 વર્ષ પછી ડિસેમ્બર મહિનો સૌથી ઠંડો મહિના તરીકે નોંધાઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય લોકોની મુશ્કેલી વધી છે, પરંતુ આ સિઝનમાં અહીં થીજી ગયેલું સરોવર દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. દેશ દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ આ નજારો જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને માને છે કે કાશ્મીર પૃથ્વી પરનું સ્વર્ગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘનું 92 વર્ષની વયે નિધન
December 26, 2024 10:19 PMપૂર્વ PM મનમોહન સિંહની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ
December 26, 2024 09:12 PMરાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની કરોડોની મિલકત ટાંચમાં લેવાશે
December 26, 2024 08:56 PMઅમદાવાદમાં વાતાવરણમાં પલટો: અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, માવઠાની આગાહી
December 26, 2024 08:27 PMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતોનું સ્થળ પર નિવારણ
December 26, 2024 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech