જામનગરમાં ભારે પવન સાથે તાપમાન 35.5 ડીગ્રી

  • April 26, 2024 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઇકાલે 45 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: આગામી દિવસોમાં હીટેવવની આગાહી


જામનગરમાં છેલ્લા પાંચેક દિવસથી સુર્યદેવતા નરમ પડયા છે, એટલું જ નહીં 45 કિ.મી.ની ઝડપે ગઇકાલે ઠંડો પવન ફુંકાતા લોકોને ગરમીમાં રાહત થઇ હતી, ગુજરાતના અન્ય શહેરોમાં તાપમાન 41 થી 43 ડીગ્રી રહ્યું હોય, જામનગરનું તાપમાન 35.5 ડીગ્રીએ પહોંચ્યું હતું તેથી લોકોને પર રાહત થઇ હતી, જો કે આગામી દિવસોમાં વધુ ગરમી પડશે તેવી શકયતા છે, તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. 


કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્‌યા મુજબ મહત્તમ તાપમાન  35.5 ડીગ્રી, લઘુતમ તાપમાન 24 ડીગ્રી, હવામાં ભેજ 83 ટકા અને પવનની ગતિ 40 થી 45 કિ.મી. પ્રતિકલાક રહી હતી.


ગઇકાલે ગામડાઓમાં પીવાના પાણીની તકલીફ પણ શ થઇ હતી, પશુઓને પાણી વિના ટળવળતા જોવા મળ્યા હતાં, સામાજીક અને સેવાકીય સંસ્થાઓએ જામનગર સહિત સમગ્ર હાલારમાં પાણીના પરબો શ કયર્િ છે, હવામાન ખાતુ કહે છે કે, અઠવાડીયા સુધી ગરમી તો રહેશે, અખાતના દેશોમાં સાયકલોનીક સરકયુલેશનને કારણે રાજસ્થાન અને ઉતર ગુજરાતમાં થોડા વાદળો રહેશે પરંતુ ગરમીમાં કોઇપણ જાતનો ફેરફાર થશે નહીં.


જામનગર સહિત સમગ્ર ગુજરાત અગનભઠ્ઠી બન્યું છે, ગઇકાલે અમરેલીમાં 41 ડીગ્રી નોંધાઇ હતી, અમુક રાજયોમાં 41 થી 43 ડીગ્રી ગરમી હતી, હવામાન ખાતુ કહે છે કે હજુ પણ એકાદ અઠવાડીયા સુધી લુ લાગશે અને આકાશમાંથી અગનગોળા વરસશે, રાજય સરકારે બે દિવસ પહેલા તાબડતોબ બેઠક બોલાવીને હીટવેવ અંગે તમામ જિલ્લા કલેકટરોને સુચના આપીને લોકો વધુ પરેશાન ન થાય તે જોવા જણાવ્યું હતું.જામનગરના કલેકટર ભાવિન પંડયા, દ્વારકાના કલેકટર જી.ટી.પંડયા સહિતના અધિકારીઓએ હીટવેવથી બચવા માટે માર્ગદર્શીકા પણ જાહેર કરી છે, ડોકટરોના કહેવા મુજબ સતત પાણી પીતા રહેવું, લીંબુ પાણી અને નાળીયેર પાણીનો પણ ઉપયોગ કરવો, તડકા દરમ્યાન ચકકર આવે તો તાત્કાલીક અસરથી નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા ડોકટરોનો સંપર્ક કરવો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application