મુંબઈથી રાજકોટની ફ્લાઈટમાં ટેકનિકલ ફોલ્ટ: દોઢ કલાક મોડી

  • June 28, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટેકનિકલ કારણસર રાજકોટ આવી રહેલી મુંબઈની ફ્લાઈટ આજે એક કલાક કરતા પણ વધુ સમય મોડી પડી હતી જેના લીધે મુસાફરોને એરપોર્ટ પર બેસી રહેવું પડ્યું હતું. દરરોજ સવારે મુંબઈથી રાજકોટ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ રાજકોટ આવવા માટે ટેક ઓફ થઈ હતી. ઉડાન ભયર્િ બાદ થોડા સમયમાં કોઈ ટેકનિકલ કારણોસર આ ફ્લાઈટને ફરી લેન્ડ કરાવી પડી હતી. મુંબઈ એરપોર્ટ પર ટેકનિકલ ક્ષતિ આવતાં ફલાઈટ થોડોક સમય ત્યાં જ રોકાઈ હતી અને ટેકનિકલ ટીમ દ્વારા આ ફોલ્ટ દૂર કરવામાં આવ્યો હતો ત્યારબાદ રાજકોટ આવવા માટે આ ફ્લાઈટ એ ઉડાન ભરી હતી તેના નિર્ધિરિત સમય કરતા દોઢ કલાક જેટલી મોડી પડી હતી જેના લીધે અહીંથી મુંબઈ જનારા પેસેન્જર્સને પણ ટર્મિનલ પર બેસવાનો વારો આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application