રેસ્ટ ઓફ ગુજરાતને ટાઇ બ્રેકરમાં 4-3 થી પરાજય આપ્યો: જુના જોગીઓએ દેખાડી તાકાત
મહેસાણાના ઓએનજીસી મેદાન ખાતે, ગુજરાત વેટરન ફૂટબોલર્સ એસોસિએશન તથા મેહસાણા યુનાઇટેડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વેટરન ફૂટબોલ ટુનર્મિેન્ટના સેમિફાઇનલ અને ફાઇનલ મેચ રમાયેલ.
પ્રથમ સેમિફાઇનલમાં, રાજકોટ પ્લસ જામનગર સામે બરોડા 4-3 થી હારેલ. જ્યારે બીજા સેમિફાઇનલમાં સુરત ટીમે હોસ્ટ મેહસાણાને 3-0 થી હરાવેલ, ફાઇનલમાં રાજકોટ જામનગરની કંબાઇન 40પ્લસ ટીમે, સુરત 40પ્લસ ટીમને 2-0 થી હરાવીને ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો, સાથે સાથે સૌરાષ્ટ્ર 60પ્લસ વેટરન ટીમે રેસ્ટ ઓફ ગુજરાત ટીમને ટાઇબ્રેકરમાં 4-3 થી હરાવીને ખિતાબ મેળવ્યો હતો.
40-50પ્લસ ટુનર્મિેન્ટમાં બેસ્ટ ડીફ્રેન્ડર તરીકે જામનગરના પૃથ્વીરાજસિંહ જેઠવા, બેસ્ટ ફોરવર્ડ પ્લેયર તરીકે રાજકોટના એડવીન ડીસીઝા, બેસ્ટ ગોલકીપર તરીકે રાજકોટના પિયુષ કૈલા, બેસ્ટ મિડફિલ્ડર તરીકે રાજકોટના લારા ઇબ્રાહિમ તથા બેસ્ટ પ્લેયર ઓફ ટુનર્મિેન્ટ તરીકે જામનગરના અમિત શિયાળીયાને નવાજવામાં આવ્યા હતા.
મેહસાણાના રાજ્યસભાના પૂર્વ સાંસદ જુગલજીભાઈ ઠાકોર દ્વારા આ ટુનર્મિેન્ટની મુખ્ય સ્પોન્સરશીપ આપવામાં આવેલ હતી, ટુનર્મિેન્ટમાં ગુજરાતભરમાંથી 6 જેટલી ટીમો આવેલ, અને મુખ્ય સંચાલકો તરીકે નરેન્દ્રભાઈ રાવત, મનોજભાઈ રાવત, શંભુભાઈ યાદવ, વિશાલભાઈ, કનુભાઈ રાવત તથા સંજય ફનર્ડિીઝ દ્વારા ખૂબ જહેમત ઉઠાવેલ હતી. સાથે સાથે ૠટઋઅ તરફથી પ્રમુખ આનંદ માડમ, અમિતપાલ તોમર, અને ભરત વાઘડિયા સહિતના લોકોએ સાથ અમે સહકાર આપેલ.વિજેતાઓને જામનગર સાંસદ પૂનમબેન માડમ તથા જામનગર ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી આનંદભાઈ માડમે શુભેચ્છાઓ પાઠવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામજોધપુરમાં આધારકાર્ડની કામગીરીના વધુ સેન્ટર ઉભા કરવા માંગ
November 22, 2024 10:40 AMજામજોધપુરમાં યાર્ડના પાછળના ભાગે ગોડાઉન પાસે આગ
November 22, 2024 10:37 AMઆખરે દ્વારકાનો સુદામા સેતુ ફરી કયારે ખુલ્લો મુકાશે ?
November 22, 2024 10:34 AMજામનગરમાં શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષકોની ખાલી જગ્યા ભરવા અભિયાન શરૂ
November 22, 2024 10:31 AMજામનગરમાં પ્રોવિઝન સ્ટોરમાં શોર્ટ સર્કિટથી આગ
November 22, 2024 10:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech