હાર્ટ એટેકના ત્રણ બનાવ: પટેલ કન્યા શાળાના શિક્ષક સ્ટાફ રૂમમાં જ ઢળી પડતા મોત નિપજયું

  • November 27, 2024 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં હાર્ટ એટેકથી મૃત્યુના બનાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. શહેરમાં વધુ ત્રણ વ્યકિતના હાર્ટ થંભી જવાથી મુત્યુ થયા છે. જેમાં શિક્ષકનું શાળામાં અને એક આધેડ અને પ્રૌઢનું ઘરે બેભાન હાલતમાં મોત થયું છે.
મળતી વિગત મુજબ નાના મવા ભીમનગર પાસે લાલા લજપતરાય આવાસ ટાઉનશીપમાં રહેતાં કમલેશભાઇ નરેશભાઇ જોષી (ઉ.વ.૪૦) નામના યુવક ગોંડલ રોડ પર આવેલી પટેલ કન્યા કેળવણી મંડળ સંચાલીત કન્યા છાત્રાલયમાં શાળામાં શિક્ષક તરીકે નોકરી પર હતાં ત્યારે રિશેષના સમયે સ્ટાફ મમાં સાથી શિક્ષકો સાથે બેઠા હતાં. દરમિયાન ઉભા થઇ કલાસમમાં જતા હતા ત્યારે ત્યાંજ ઢળી પડતા. સાથી શિક્ષકો સહિતના દોડી ગયા હતા અને તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા સાથી કર્મીઓમાં ગમગીની છવાઈ હતી. મૃતક બે ભાઇમાં મોટા હતાં અને સંતાનમાં એક પુત્ર છે. અવસાનથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
બીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટમાં નુરાનીપરામાં રહેતાં મહમદભાઇ સલીમભાઇ સીડા (ઉ.વ.૪૬) નામના આધેડ સાંજે ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.પરંતુ સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં માતમ છવાયો હતો.મૃતક ત્રણ ભાઈ એક બહેનમાં બીજા નંબરે હતાં. સંતાનમાં બે પુત્ર છે.
ત્રીજા બનાવમાં રણછોડનગર–૧૮માં પટેલવાડી પાછળ સુમતિ એપાર્ટમેન્ટમાં રહેતાં મહેશભાઇ રતિલાલ વ્યાસ (ઉ.વ.૫૬)નામના પ્રૌઢ ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. ત્યાં તેમનો નિષ્પ્રાણ દેહ પહોંચ્યો હતો. મૃતક બે બહેન અને બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં ત્રણ પુત્ર છે બનાવથી પરિવારજનોમાં શોક છવાયો છે. મૃતક કર્મકાંડનું કામ કરતા હતા. ત્રણેય બનાવમાં માલવીયા નગર, આજીડેમ અને બી ડિવિઝન પોલીસે જરી કાર્યવાહી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application