જામનગર પંથકમાં ભાડુઆતની પોલીસમાં જાણ નહીં કરનાર 6 મકાન માલિક સામે ફરીયાદ

  • October 19, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાપા, દરેડ, સિકકા, ગોરધનપર વિસ્તારમાં પોલીસ ચેકીંગમા ખુલેલી વિગતો : જાહેરનામાનો ભંગ કરનારા સામે તવાઇ


જામનગર વિસ્તારમાં મકાન ભાડે આપીને ભાડુઆતના આધાર/પુરાવા નહી મેળવી તેમજ આ અંગેની લગત પોલીસ સ્ટેશનમાં જાણ નહી કરનારા મકાન માલીકો સામે તવાઇ બોલાવવામાં આવી રહી છે, તાજેતરમાં જુદી જુદી ચાર પોલીસ ફરીયાદ દાખલ થયા બાદ હાપા, દરેડ, સિકકા, ગોરધનપર વિસ્તારમાં મકાન ભાડે આપીને જાહેરનામાનો ભંગ કરનાર વધુ છ મકાન માલીકો પોલીસની ઝપટમાં આવ્યા છે, આવનારા દિવસોમાં પણ આ અંગેની કાર્યવાહી તેજ કરવામાં આવશે.


જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધા તેમજ પંચકોશી-એ ડીવીઝ પીઆઇ એમ.એન. શેખ દ્વારા ભાડુઆતી નોંધણી મકાન માલિક તથા લોકોને જાગૃત કરવા સુચના કરેલ હોય જે અન્વયે પંચ-એ ડીવીઝન સ્ટાફના પો.હેડ કોન્સ. એન.બી. જાડેજા, પો.કોન્સ. ચેતનભાઇ ઘાઘરેટીયા, પો.કોન્સ. હરદેવસિંહ ઝાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાડુઆત ચેક કરી દશર્વિેલ વિગતો ચુસ્તપણે અમલવારી થાય એ માટે પેટ્રોલીંગમાં હતા.


દરમ્યાન હાપા રેલ્વે સ્ટેશન વિસ્તાર યોગેશ્ર્વરનગર, ચામુંડા મંદિર સામે મોટુ મકાન માલિક અમીનભાઇ સતારભાઇ બાનાણી (ઉ.વ.42) રહે. હાપા રેલ્વે સ્ટેશન વિસ્તાર એસબીઆઇ બેન્કની બાજુમા જામનગરવાળાનું હોય તેમજ મકાનમાં કુલ 6 મ હોય જે તમામ મ પરપ્રાંતીય લોકોને 2000 ભાડા લેખે આપેલ મકાન માલીક અમીનભાઇ જણાવેલ જેથી પરપ્રાંતીય લોકોને ભાડે આપ્યાનું પોલીસ સ્ટેશન ખાતે ભાડુઆત ઓળખપ્રુફ કે ટપાલ દ્વારા મોકલ્યા બાબતે પુછતા મકાન માલીકે નહી મોકલેલનું જ ણાવેલ જેથી ઇસમએ પોતાની માલીકીના 6 મ પરપ્રાંતી લોકોને ભાડે આપી તેઓના ઓળખ કે ટપાલ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ન મોકલી બેદરકારી દાખવી જામનગર જીલ્લા મેજી. દ્વારા બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરેલ હોય જેથી મકાન માલીક વિરુઘ્ધ બીએનએસ કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


આ ઉપરાંત પંચકોશી-બી પીઆઇ રાઠોડની સુચનાથી એએસઆઇ પી.કે. જાડેજા, એમ.એલ. જાડેજા અને સ્ટાફ ભાડુઆત ચેક કરવા દરેડ વિસ્તારમાં હતા ત્યારે દરેડ  ગામમાં રહેતા મહેન્દ્ર દામજી બુસાએ પોતાની માલીકીના 38 મ-ખોલી પરપ્રાંતીય લોકોને ભાડે આપી આ અંગેની જાણ પોલીસને કરી ન હતી આથી તેની સામે 223 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.


જયારે મસીતીયા ગામના ગફાર સીદીક નેપાણીએ આ રોડ પર પોતાની માલીકીના 12 મ ભાડે આપીને પોલીસમાં જાણ નહી કરી બેદરકારી દાખવી હતી, તેમજ સિકકા તિરુપતી સોસાયટીમાં રહેતા હાસમ મામદ સંઘારએ આ વિસ્તારમાં પોતાની ઓરડીઓ ભાડે આપી જાણ નહી કરી જાહેરનામાનો ભંગ કર્યો હતો.


ઉપરાંત જામનગરના જકાતનાકા રોડ સુભાષનગરમાં રહેતા સચિન કાનજી નકુમએ ગ્રીનવીલા સોસાયટીમાં પોતાનું મકાન માસિક 6 હજાર ભાડેથી આપી ભાડુઆતના આધાર પુરાવા નહી મેળવી લગત પોલીસ સ્ટેશનને જાણ નહી કરી જાહેરનામાનો ભંગ કર્યો હતો. તેમજ સિકકા હાઉસીંગ બોર્ડ ખાતે રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી દિનેશ ગોપાલદાસ બદીયાણીએ ગોરધનપર વિસ્તારમાં આવેલ પુષ્પક પાર્કમાં પોતાનું મકાન ભાડે આપી પુરાવા નહી મેળવી જાહેરનામાનો ભંગ કર્યો હતો. આથી આ બંનેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application