'તાત્કાલિક બાળકો પેદા કરો': તમિલનાડુના સીએમ સ્ટાલિનનું ચોંકાવનારૂ નિવેદન

  • March 03, 2025 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને રાજ્યના લોકોને શક્ય તેટલી વહેલી તકે બાળકો પેદા કરવાની અપીલ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં વસ્તીને સફળતાપૂર્વક નિયંત્રિત કરવાના પરિણામો હવે રાજ્યને ભોગવવા પડી શકે છે. તેમણે ચેતવણી આપી હતી કે, જો સંસદીય બેઠકો વસ્તીના આધારે સીમાંકિત કરવામાં આવે તો તે તમિલનાડુને નુકસાન પહોંચાડી શકે છે.


એમ કે સ્ટાલિને પોતાના નિવેદનમાં કહ્યું કે 'પહેલા અમે કહેતા હતા કે તમારે તમારા નવરાશના સમયે બાળકો પેદા કરવા જોઈએ, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને હવે અમે કહેવું જોઈએ કે તમારે તાત્કાલિક બાળકો પેદા કરવા જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે, જો વસ્તીના આધારે સીમાંકન કરવામાં આવે તો તે તમિલનાડુમાં લોકસભા બેઠકોની સંખ્યા અને સંસદમાં રાજ્યનું પ્રતિનિધિત્વ ઘટાડી શકે છે. સ્ટાલિને સીમાંકનના મુદ્દા પર 5 માર્ચે તમામ પક્ષોની બેઠક બોલાવી છે. મુખ્યમંત્રીએ તમામ રાજકીય પક્ષોને પોતાના મતભેદો ભૂલીને બેઠકમાં હાજરી આપવા અપીલ કરી અને કહ્યું કે, સીમાંકનનો મુદ્દો તમિલનાડુ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

અગાઉ, તેમના 72મા જન્મદિવસ નિમિત્તે,  સ્ટાલિને પક્ષના કાર્યકરોને અપીલ કરી અને કહ્યું કે'આજે તમિલનાડુ બે મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરી રહ્યું છે. આમાંથી એક ભાષા માટેની લડાઈ છે, જે આપણી જીવનરેખા છે. બીજી લડાઈ સીમાંકન માટેની છે, જે આપણો અધિકાર છે. હું તમને અપીલ કરું છું કે લોકોને આ લડાઈ વિશે જણાવો. આ સીમાંકનની સીધી અસર રાજ્યના આત્મસન્માન, સામાજિક ન્યાય અને લોકોના કલ્યાણકારી યોજનાઓ પર પડશે. તમારે આ સંદેશ લોકો સુધી પહોંચાડવો પડશે જેથી રાજ્યનો દરેક નાગરિક રાજ્યને બચાવવા માટે એક થઈ શકે.


ઉલ્લેખનીય છે કે સીમાંકનની પ્રક્રિયા વર્ષ 2026થી શરૂ થશે. જો વસ્તીના આધારે સીમાંકન કરવામાં આવે તો દક્ષિણના રાજ્યોમાં લોકસભા બેઠકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે અને ઉત્તરના રાજ્યોમાં બેઠકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. દક્ષિણના રાજ્યો આનો વિરોધ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application