જામનગર શહેરની મઘ્યમાં આવેલા ટાઉનહોલ વિસ્તારમાં ૧૫ થી ૨૦ જેટલા અસામાજીક ટોળકીનો એટલો બધો ત્રાસ વધી ગયો છે કે, અગાઉ ફુવારામાં તોડફોડ કરેલા સીસી ટીવી ફુટેજ સામે આવ્યા હતાં, રાત્રીના ૨ થી ૫ દરમ્યાન કટ્ટરથી યલ્લો ગ્રીલ તોડી નાખવાના ફુટેજ આવ્યા બાદ પણ કોઇ નકકર કાર્યવાહી કરવામાં પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ ઉણા ઉતર્યા છે, અત્યારે હાલત એટલી ખરાબ છે કે ટાઉનહોલ પાસે આવેલું સીટી બસનું સ્ટેન્ડ બેસવા લાયક રહ્યું નથી, કારણ કે ત્યાં બાંકડા ઉપર કપડા સુકવાય છે, રસોઇ થાય છે અને ગંદકી પણ કરવામાં આવે છે, ત્યારે જામ્યુકોના એસ્ટેટ વિભાગના કોઇ અધિકારીને શું આ દેખાતું નથી ? જયારે-જયારે વેપારીઓ દ્વારા આ ૧૫ થી ૨૦ જેટલા અસામાજીક તત્વોની ટોળકી સામે ફરિયાદ કરવામાં આવે છે ત્યારે એસ્ટેટ શાખાના ઉત્સાહી અધિકારીઓ દ્વારા એક-બે દિવસ કામગીરી કરાય છે, પરંતુ આ ગેંગના મહીલા લીડર સામે કોઇપણ જાતની કડક કાર્યવાહી થતી નથી, કેટલીક વખત તો આ મહીલા હાથમાં છરી કે અન્ય હથીયાર લઇને ફરિયાદ કરનારાઓ સામે દોડે છે અને ગાળો પણ ભાંડે છે, ત્યારે કોર્પોરેશને તાત્કાલીક અસરથી લોકોની સુવિધા માટે બનાવાયેલું સીટી બસ સ્ટેન્ડ ખાલી કરાવવું જોઇએ તેવી માંગણી ઉઠી છે, હવે ખુદ કમિશ્નરે પણ આ મામલે ઘ્યાન આપવાની જરૂર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech