જામનગર શહેરમાં ઇન્દિરા ગાંધી માર્ગ પર આવેલ સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ જામનગર દ્વારા સમયાંતરે તેમના સભાસદોને વિવિધ યોજનાઓ હેઠળ સહાયના ચેક વિતરણ કરવામાં આવતા હોય છે.

જેના ભાગરૂપે જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા નયનાબેન રમેશચંદ્ર ઓઝા જેને રૂપિયા ૪૦૦૦૦ હજારની તેમજ રણજીતસાગર રોડ વિસ્તારમાં રહેતા ધાર્મિક જયેશભાઈ મુંજપરા જેને રૂપિયા ૪૦૦૦૦ ની તથા લાલવાડી વિસ્તારમાં રહેતા અલંકૃતાબેન રાજેન્દ્રભાઈ દવે જેને પણ રૂપિયા ૨૧૦૦૦ ની સહાયનો ચેક વિતરણ કરવામાં આવ્યો હતો.

આ સમયે સ્વામી વિવેકાનંદ કો. ઓપરેટિવ સોસાયટી સોસાયટીના ચેરમેન દિનેશભાઈ એમ. ડાંગરિયા મેનેજીંગ ડીરેક્ટર રમેશભાઈ એચ. પણસારા તેમજ ડીરેક્ટર મગનભાઈ ચાંગાણી, વસરામભાઈ ચોવટિયા, તુલશીભાઈ મુંગરા તથા મેનેજર ધવલભાઈ વસોયા અને આંતરિક ઓડીટર ડી. એમ. બાવરવા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application