ખંભાળિયામાં લાયન્સ ક્લબ દ્વારા શનિવારે સુવર્ણપ્રાસન કેમ્પ

  • August 02, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રવિવારે બીપી અને ડાયાબિટીસનો નિદાન કેમ્પ


ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ તથા શ્રી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બાળકોના સર્વાંગી વિકાસ માટે આયુર્વેદિક જડીબુટ્ટીઓથી નિર્મિત ઔષધીના ટીપા (સુવર્ણ પ્રાસન)ના કેમ્પનું આયોજન શનિવાર તારીખ 3 ના પુષ્ય નક્ષત્રના રોજ સવારે 10 થી 11 સુધી અહીંની ક્રિષ્ના મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે.


આ પછી રવિવાર તા. 4 ના રોજ દર મહિને થતી સેવા પ્રવૃત્તિના ભાગરૂપે ડાયાબિટીસ અને બીપી ચેકઅપ તેમજ દવા વિતરણ કેમ્પનું આયોજન અત્રે જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું છે. વધુમાં વધુ નગરજનો આ બંને સેવાનો લાભ લ્યે તે માટે લાયન્સ પ્રમુખ ડો. સાગર ભૂત દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application