છેલ્લા દોઢ માસ થી ડિપ્રેશનમાં આવી જતાં પોતાના હાથે જ છરી વડે ગળું કાપી આપઘાત કર્યો
જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં સોમનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા એક હોટલ સંચાલક ગઢવી યુવાનનો મૃતદેહ લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો હતો, અને તેની બાજુમાંથી એક છરી પણ મળી આવી હતી. પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન મૃતક યુવાને પોતે જ પોતાના ગળામાં છરીનો ઘા મારી આત્મહત્યા કરી લીધી હોવાનું અને પોતે ડિપ્રેશનમાં આવી ગયો હોવાથી આ પગલું ભર્યાનનુંજાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરના સોમનાથ સોસાયટીમાં રહેતો સામાભાઈ રણમલભાઈ ગઢવી નામનો ૩૨ વર્ષના યુવાન કે જે અગાઉ હોટલ ચલાવતો હતો, પરંતુ છેલ્લા દોઢેક વર્ષથી પોતે ડિપ્રેશનમાં આવી ગયો હતો, અને માનસિક સમતુલા ગુમાવી બેઠો હતો.
દરમિયાન પોતાના ઘેરથી ગઈ રાત્રે છરી સાથે નીકળી ગયા પછી આજે સવારે તેનો લોહીથી લથબથ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા સૌપ્રથમ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી હતી, અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ડીવાયએસપી અને એફએસએલ અધિકારીની ટુકડી વગેરે પણ જામજોધપુર પહોંચી ગયા હતા અને ઊંડાણપૂર્વકની તપાસ કરી હતી.
દરમિયાન મૃતક યુવાને જાતે જ પોતાના હાથે શરીરના ગળાના ભાગે છરી નો ઘા ઝીંકી દઈ આત્મહત્યા કરી લીધી હોવાનું જાહેર થયું હતું.
પોલીસ દ્વારા મૃતકના માતા આલૂ બેન ગઢવી નું નિવેદન નોંધવામાં આવ્યું હતું, જેમાં માતાએ જણાવ્યું હતું, કે પોતે ગઇ રાત્રે બહારગામ થી છરી લઈને આવ્યો હતો, જે છરી લઈને પોતાના ઘેરથી નીકળ્યો હતો. તેના ભાઈએ પણ રસ્તામાં રોક્યો હતો, પરંતુ રોકાયો ન હતો, અને આજે સવારે તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો.
છેલ્લા દોઢ મહિનાથી પોતે ડિપ્રેશનમાં આવી ગયો હતો, અને પોતાના તેમજ પોતાના મોટાભાઈ અને મોટા બહેન કોઈના લગ્ન થયા ન હતા, જેથી પોતે ચિંતા અનુભવતો હતો. દરમિયાન ગઈ રાત્રે આત્મહત્યાનું પગલું ભરી લીધાનું તારણ નીકળ્યું છે.
જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, અને મૃતકના માતા આલુબેન તેના ભાઈ, અને બહેન વગેરેના નિવેદનો નોંધ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationહિમાચલ સરકારને હાઈકોર્ટનો ફટકો ૧૮ ખોટ કરતી હોટેલને બધં કરવા આદેશ
November 20, 2024 11:08 AMશિયાળામાં ખોરાકને લાંબા સમય સુધી કેવી રીતે ગરમ રાખવો, આ ટિપ્સ કરો ફોલો
November 20, 2024 11:07 AMસાથીની શોધમાં વાઘ મહારાષ્ટ્ર્રથી પહોંચ્યો તેલંગાણા છતાં માદા વાઘણ તો મળી નહીં
November 20, 2024 11:03 AMરાજકોટ : કોર્પોરેટર નિલેશ જલુનો લેટર લખી વિરોધ, ટિપરવાનના ટેન્ડરમાં સેટિંગ હોવાનું કહી અટકવવા રજૂઆત
November 20, 2024 11:01 AMયુપીમાં હરિહર મંદિરના દાવા બાદ સંભલ જામા મસ્જિદનો તાકીદે સર્વે
November 20, 2024 10:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech