દોઢીયા ગામની યુવતિએ અગમ્ય કારણસર ગળાફાંસો ખાધો
જામનગર તાલુકાના દોઢિયા ગામમાં રહેતી એક યુવતીએ જામનગરમાં રહેતા પોતાના મામાના ઘેર રોકાવા માટે આવ્યા પછી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતા શોકની લાગણી ફેલાઇ છે.
જામનગર તાલુકાના દોઢીયા ગામમાં રહેતી નિશાબેન પાલાભાઈ પિંગળસુર નામની ૨૪ વર્ષની યુવતી જામનગરના ગાંધીનગર નજીક મોમાઈ નગર શેરી નંબર ત્રણમાં રહેતા પોતાના મામાના ઘેર રોકાવા માટે આવી હતી. જે દરમિયાન તેણીએ કોઈ અગમ્ય કારણોસર પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવ અંગે સૌ પ્રથમ ૧૦૮ની ટીમને જાણ કરાતાં ૧૦૮ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને તેમણે નિશાબેન નું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા દોઢીયા ગામમાં રહેતા પાલાભાઈ રાજાભાઈ પિંગળસુરે પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ, મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને તેણીએ કયા સંજોગોમાં આપઘાતનું પગલું ભરી લીધું, તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરમાં સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની જેલ સજા
May 14, 2025 12:25 PMધુતારપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સૈનિકો માટે રક્તદાન કેમ્પ
May 14, 2025 12:22 PMભાણવડના યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો
May 14, 2025 12:19 PMરાઈડમાં બેસવા બાબતે વિપ્ર યુવાન સહિતનાઓ ઉપર પાંચ શખ્સો દ્વારા હુમલો
May 14, 2025 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech