ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરના અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલી નુકસાની સહિતના મુદ્દે અહીંના જિલ્લા પંચાયતના મહિલા સદસ્યા વેજીબેન કરમુર દ્વારા કેબિનેટ મંત્રીને લેખિત રજૂઆતો કરવામાં આવી છે.
ખંભાળિયા તાલુકાના બજાણા જિલ્લા પંચાયતની બેઠકના સદસ્યા વેજીબેન એભાભાઈ કરમુર દ્વારા અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાને એક લેખિત પત્ર પાઠવી અને જણાવ્યું છે કે ઓગસ્ટ 2024 માસના સમયગાળા દરમિયાન ખંભાળિયા વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલી નુકસાનીની સહાય ચૂકવવા, ધોવાયેલા રસ્તાની ગ્રાન્ટ ફાળવવા તેમજ નાના તળાવ ચેકડેમ વિગેરેને થયેલા નુકસાન અંગેનું તાત્કાલિક ધોરણે સરવે કરાવીને એસ્ટીમેન્ટ પ્રમાણે ગ્રાન્ટ ફાળવી, જરૂરી રીપેરીંગ કાર્યવાહી કરાવવા માંગ કરવામાં આવી છે.
ખાસ કરીને ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થતા ખેડૂતોને ખેતરે જવા માટે વ્યાપક હાલાકીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત સિંચાઈની સુવિધા માટે નાના તળાવ અને ચેકડેમ પણ ક્ષતિગ્રસ્ત બન્યા હોવાથી આ અંગેની જરૂરી ગ્રાન્ટ સિંચાઈ વિભાગને ફાળવી તાત્કાલિક ધોરણે રીપેરીંગ કાર્યવાહી શરૂ કરાવવાની અનિવાર્ય છે. અતિવૃષ્ટિ જેવા વરસાદના કારણે મગફળી, કપાસ, શાકભાજી વિગેરે પાકનું ધોવાણ થયું છે. જેથી આ અંગે નુકસાનીનો સરવે કરી અને ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તે માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામજોધપુર તાલુકાના ગીંગણી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડાયાબીટીસ દિવસની ઉજવણી કરાઈ
November 18, 2024 06:09 PMજામનગર: તીનબતી ચોક ઝુલેલાલ મંદિર પાસે બે યુવાનો પર જીવલેણ હુમલો
November 18, 2024 05:39 PMપુષ્પા-2 ફિલ્મના ટ્રેલર લોન્ચીંગમાં ઉમટી પડી જનમેદની
November 18, 2024 05:25 PMમસ્કની કંપની સાથે ઈસરો દ્વારા એડવાન્સ કોમ્યુનીકેશન સેટેલાઈટ લોન્ચ
November 18, 2024 05:24 PMશા માટે લોકો મોઢામાં એલચી રાખીને ઊંઘે છે, જાણો તેના ફાયદા
November 18, 2024 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech