ઘરનું ઘર મેળવવા પડાપડી, મહાપાલિકાના ખાલી પડેલ ૧૮૩ લેટ માટે ૬૧૦૬ અરજી

  • November 20, 2024 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ અને ખાલી રહેલ એમઆઇજી કેટેગરીના ૫૦ આવાસો માટે ૧૯૨૯ તથા ઇડબ્લ્યુએસ કેટેગરીના ૧૩૩ આવાસ માટે કુલ ૪૧૭૭ અરજીઓ ઓનલાઇન માધ્યમથી આવી છે.
એમઆઇજી કેટેગરીના આવાસોમાં (૧) હેવલોક એપા.ની સામે, જયભીમનગર, જડુસ રેસ્ટોરન્ટ રોડની સાઇટ ઉપર ૧૦ આવાસ (૨) વસતં માર્વેલની બાજુમાં, વિમલનગર મેઈન રોડ ઉપર સાત આવાસ (૩) એસ–૨, દ્રારકાધીશ હાઈટસની બાજુમાં, ૧૫૦ ફટ રિંગ રોડ ઉપર ૧૭ આવાસ (૪) ૪૮–એ, સેલેનીયમ હાઈટસની સામે, મવડી પાળ ગામ રોડ ઉપર ૧૬ આવાસ મળી કુલ ૫૦ આવાસ છે.
યારે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં (૧) વાવડી ખાતે તપન હાઈટસ રોડ, પુનીત નગર પાણીના ટાંકાની સામે ૫૩ આવાસ (૨) મવડી, સેલેનીયમ હાઈટસની સામે, મવડી પાળ ગામ રોડ ઉપર ૩૦ આવાસ (૩) ૩૩–એ, ક્રિસ્ટલ હેવનની પાછળ, મવડી કણકોટ રોડ ઉપર ૧૬ આવાસ, (૪)૩૮–એ, ક્રિસ્ટલ હેવનની પાછળ, મવડી કણકોટ રોડ ઉપર ૩૪ આવાસ સહિત કુલ ૧૩૩ આવાસ છે.
એમઆઇજી કેટેગરીના આવાસોમાં ૩ બીએચકે, ક્ષેત્રફળ ૬૦ ચોરસ મીટર, આવાસની કિંમત .૧૮ લાખ, વાર્ષિક આવક મર્યાદા .૬ થી ૭.૫૦ લાખ સુધીની છે. યારે ઇડબ્લ્યુએસ કેટેગરીના આવાસોમાં ૧.૫ બીએચકે, ક્ષેત્રફળ ૪૦ ચો.મીટર, આવાસની કિંમત .૫.૫૦ લાખ, વાર્ષિક આવક મર્યાદા .૩ લાખ સુધીની છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને કલીયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણીએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ઉપરોકત ૬૧૦૬ અરજીઓનો ડ્રો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application