ચેમ્બર હોલ ખાતે આગામી શનીવારે એમ.કે. ઈવેન્ટસ દ્વારા કરાયું આયોજન: એડવોકેટ અનિલ મહેતા કરાવશે મરીઝનું જીવન દર્શન
ગુજરાતી ગઝલોમાં ગુજરાતના ગાલીબ ગણાતા સ્વ. અબ્બાસ અબ્દુલઅલી વાસી ઉર્ફ #મરીઝ સાહેબની ૧૦૮મી જન્મ જયંતી નિમિતે તા.૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫ શનિવારના રોજ એક સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, મરીઝ નોટ આઉટ ૧૦૮ જેમાં મરીઝ સાહેબની ગઝલો સંગીતના સુરોમાં ઢાળી એમને યાદ કરી એમના જન્મ દિવસ પર શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવશે.
કાર્યક્રમ ના મુખ્ય આયોજક એમ.કે. એવેંટ્સ ના સંચાલક મુન્નાખાન પઠાણે આ કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું છે, કે મરીઝની પ્રખ્યાત ગઝલોને કંઠ આપી સુરોમાં ઢાળશે નગર ના ખ્યાતનામ ગાયકો અલ્તાફ પોશલા, રૂપેશ ચૌહાણ અને તસ્લીમ બ્લોચ, સંગીત વ્યવસ્થા નિલેશ રાઠોડ દ્વારા કરવામાં આવશે, કાર્યક્રમના મુખ્ય સંચાલક વકીલ અનિલ મેહતા કે જેઓ મરીઝ સાહેબના જીવન વિશે દર્શન કરાવશે, આ કાર્યક્રમ તા.૨૨મી ફેબ્રુઆરી ૨૦૨૫ રાત્રે ૯ થી ૧૨ સુધી ધીરુભાઈ અંબાણી ચેમ્બર હોલ ખાતે રજૂ કરવામાં આવશે.
આ કાર્યક્રમ મા ગઝલ ચાહકો અને મરીઝ ચાહકો ફ્રી એન્ટ્રી માટે ૯૨૬૫૮ ૯૨૯૨૧ પર વોટ્સએપ મેસેજ કરી પોતાની સીટનું રજિસ્ટ્રેશન કરાવી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationIPL 2025: ગુજરાતે કલકત્તાને 39 રને હરાવ્યું, શુભમન ગિલ રહ્યો મેચનો હીરો
April 21, 2025 11:38 PMરાજકોટમાં SOGનો સપાટો: શાસ્ત્રીમેદાનમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે બે આરોપી ઝડપાયા
April 21, 2025 09:18 PMસુરતમાં નકલી હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂનું કૌભાંડ ઝડપાયું, 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3ની ધરપકડ
April 21, 2025 08:37 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech