ખંભાળિયામાં વૃક્ષોના વાવેતર તેમજ જતન માટે સોની વેપારીઓ આપશે સહયોગ

  • June 29, 2024 10:39 AM 

ખાસ મિટિંગમાં 100 વૃક્ષો દતક લેવાની અપાઈ ખાતરી



ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારમાં 2000 વૃક્ષોના વાવેતર માટેના દ્રઢ નિશ્ચય સાથે અવિરત રીતે કામ કરી રહેલું અહીંનું "ગ્રીન ખંભાળિયા" ગ્રુપ વૃક્ષોના ઉછેર તથા માવજત માટે નોંધપાત્ર જહેમત ઉઠાવી રહ્યું છે. ત્યારે ગતરાત્રે અહીં અહીંના દ્વારકા ગેઈટ વિસ્તારમાં આવેલી શ્રીમાળી સોની જ્ઞાતિની વાડી ખાતે સોની સોના ચાંદી એસોસિયેશન અને સોની સમાજ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગ્રીન ખંભાળિયાના અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોના સોની આગેવાનો તેમજ વેપારીઓ આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં અપીલ કરવામાં આવતા એસોસિયેશન દ્વારા તમામ વેપારીઓના સહયોગથી 100 થી વધુ વૃક્ષો દતક લેવાની ખાતરી આપવામાં આવી હતી. જેને ગ્રીન ખંભાળિયા ગ્રુપના કાર્યકરોએ તેમજ ઉપસ્થિત સૌ કોઈએ આવકારી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application