જામનગરમાં 55 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા ગરમીમાં થોડી રાહત

  • June 19, 2024 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારમાં વાવણી કાર્ય પુરજોશમાં : કેટલાક ગામડાઓમાં વાદળો છવાયા


જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં આજે પણ વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે, બીજી તરફ ખંભાળીયા, જામજોધપુર અને ભાણવડ પંથકમાં વાવણી કાર્ય શ થઇ ગયું છે, બફારા વચ્ચે તાપમાન 36.5 ડીગ્રી રહ્યું હતું, જો કે ગઇકાલે 55 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા સાંજે ગરમીમાં થોડી રાહત થઇ હતી.


જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ, કલ્યાણપુર, જામજોધપુર, ખંભાળીયા, દ્વારકા, સલાયા, ફલ્લા ગામમાં પણ આજ સવારથી બફારો જોવા મળ્યો છે અને કેટલાક ગામોમાં તો વાદળીયું વાતાવરણ શ થયું છે, ગઇકાલે સાંજે 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો, લાંબા સમય બાદ ગુજરાતમાં જોરદાર ગરમી પડી રહી છે, મોટેભાગે સાંજના 6 વાગ્યા પછી ઠંડક રહેતી હોય છે, તેના બદલે રાત્રે પણ તાપમાન 41 થી 42 ડીગ્રી વચ્ચે રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.


કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્‌યા મુજબ મહત્તમ તાપમાન  36.5 ડીગ્રી, લઘુતમ તાપમાન 29.4 ડીગ્રી, હવામાં ભેજ 74 ટકા અને પવનની ગતિ 50 થી 55 કિ.મી. પ્રતિકલાક રહી હતી. કેટલાક ગામોમાં તો તાપમાન 41 ડીગ્રી સુધી પહોંચી જશે તેવી આગાહી કરવામાં આવી છે, આજ સવારથી જ બફારો શ થઇ ગયો છે અને જામનગરમાં વાદળો બંધાયા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application