લઘુ ઉદ્યોગભારતી સૌરાષ્ટ્ર પ્રાંત અને .જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો- સીએશન(દરેડ) દ્વારા છેલ્લા ૩ વર્ષની મહેનત રંગ લાવી

  • July 24, 2024 11:17 AM 

જામનગર...

લઘુ ઉદ્યોગભારતી સૌરાષ્ટ્ર પ્રાંત અને .જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો- સીએશન(દરેડ) દ્વારા છેલ્લા ૩ વર્ષની મહેનત રંગ લાવી

લઘુ ઉદ્યોગભારતી સૌરાષ્ટ્ર પ્રાંત અને જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો- સીએશન(દરેડ) દ્વારા છેલ્લા ઘણા સમયથી ૧૫૦ કે.વી. એલ.ટી.પી. કનેકશન માટે રજુઆતો કરવામાં આવતી હતી. હાલમાં ટેકનોલોજી અને આધુનિક યુગમાં ઝીરો ટોલરન્સ પ્રોડકશન માટે લેટેસ્ટ મશીનરી સાથે ઉદ્યોગકારો પોતાના ઉદ્યોગ ચલાવવો હાલના સમયની માંગ છે.

જેના કારણે વિજ કનેકશનમાં લોડ વધારો ફરજીયાત છે. એમ.એસ.એમ.ઈ. એકમો ૨૫૦૦ ફુટ થી ૫૦૦૦ ફુટ સુધીની જગ્યામાં કાર્યરત હોય અને અલગથી ટી.સી. માટેની જગ્યા ન હોય એલ.ટી.પી. કનેકશન ૧૫૦ કે.વી. કરવા માટે તા. ૨૨/૦૭/૨૦૨૪ને સોમવારના રોજ અખિલ ભારતીય લઘુ ઉદ્યોગ ભારતીના મંત્રી શ્યામભાઈ સલુજા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ હંસરાજભાઈ ગજેરા, લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્રપ્રાંત અને જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનનાં પ્રમુખ દિનેશભાઈ એમ. ડાંગરીયા, લઘુ ઉદ્યોગભારતી જામનગર પ્રમુખ રાજેશભાઈ ચોવટીયા તેમજ ભરતભાઈ ડાંગરીયા તથા મંત્રી દિનેશભાઈ નારીયા દ્વારા ગુજરાત રાજયના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને રજુઆત કરતા તેમણે હોદેદારોની હાજરીમાં ગુજરાત ઈલેકટ્રીસીટી રેગ્યુલેટરી કમીશનના ચેરમેન અનિલ મુકીમ સાથે વાત કરી ટુંક સમયમાં ૧૫૦ કે.વી. એલ.ટી.પી. કનેકશન માટેની જાહેરાત કરવાની ખાતરી આપેલ. આ માટે ગુજરાત રાજયના કૃષીમંત્રી રાઘવજીભાઈ પટેલ અને ઉદ્યોગમંત્રી બળવંતસીંહ રાજપુત હોદેદારોની સાથે રહી સહકાર આપેલ હતો.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application