ધ્રોલના ગાયત્રીનગરમાંથી વર્લીબાઝ મળી આવ્યો
કાલાવડ બસ સ્ટેન્ડ સામે રીક્ષા સ્ટેન્ડમાં એકી-બેકીનો જુગાર રમતા છ ઇસમોને ૪ હજારની રોકડ સાથે દબોચી લેવાયા હતા, જયારે ધ્રોલના ગાયત્રીનગરમાં એક વર્લીબાઝ મળી આવ્યો હતો.
કાલાવડના બસ સ્ટેન્ડ સામે આવેલ રીક્ષા સ્ટેન્ડમાં બે રીક્ષાની વચ્ચે સ્ટ્રીટલાઇટના અંજવાળે ચલણી નોટના નંબર પર એકી બેકીનો જુગાર રમતા કાલાવડના પંજેતરનગરમાં રહેતા રીક્ષા ડ્રાઇવર અલી કાસમ ઓડીયા, ઇસ્માઇલ ઇબ્રાહીમ કાદરી, કાલાવડના સરફરાઝ સતાર પતાણી, બારોટ શેરીમાં રહેતા અમીરખાન અસરફખાન પઠાણ, શીતલા કોલોનીના વિજય કારુ સિહોરા અને પંજેતરનગરના મોહસીન દાઉદ પઠાણ નામના રીક્ષાચાલકોને રોકડ ૪૦૨૦ સાથે ટાઉન પોલીસે પકડી લીધા હતા.
અન્ય એક દરોડામાં ધ્રોલના ગાયત્રીનગરમાં રહેતા હનીફ કરીમ મકવાણા નામના શખ્સને આ વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૭૨૫ અને આંકડા લખેલા બે કાગળ સાથે સ્થાનીક પોલીસે અટકાયત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech