પોલીસમાં દારુ અંગેની રજૂઆતનો ખાર રાખીને શેઢાખાઈના સાધુને મારી નાખવાની ધમકી

  • October 21, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ તાબેના શેઢાખાઈ ગામે રહેતા મહેશપુરી ગુરુદુર્ગપુરી દસનામી નામના 79 વર્ષના પૂજારી સાધુને થોડા દિવસો પૂર્વે લોક દરબારમાં શેઢાખાઈ ગામમાં વેચાતા દારૂ બાબતે કરાયેલી રજૂઆતનો ખાર રાખીને મોરઝર ગામના ભકા બુધા મોરી નામના શખ્સ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી અંગેની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આરંભડાના મહિલાને માર મારી, દાંત ભાંગી નાખતા શખ્સ સામે રાવ

ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં આવેલા ધરાનગર ખાતે રહેતા ભાવનાબેન કરસનભા મકવાણા નામના 34 વર્ષના મહિલા તેમની પાડોશમાં રહેતા બબાભાના ઘર પાસે લોનના હપ્તાના રૂપિયા લેવા ગયા હતા અને તેઓ બબાભાના પુત્ર સાથે વાત કરી રહ્યા હતા. તે દરમિયાન આ જ વિસ્તારમાં રહેતો યુવરાજ વાલાભા માણેક નામનો શખ્સ તેમની પાસે આવ્યો હતો અને "તને રૂપિયા નથી દેવા. તારાથી થાય તે કરી લેજે"- એમ કહ્યું હતું. જેથી ફરિયાદી ભાવનાબેને યુવરાજને કહ્યું કે હું આવડો નાનો છો. છતાં મારી સાથે આવું તોછડાઈથી વર્તન કેમ કરે છે..? તેમ કહેતા ઉશ્કેરાયેલા યુવરાજે ધમકી આપી હાથમાં પહેરેલું કડુ ભાવનાબેનના મોઢાના ભાગે ઝીંકી દેતા તેમનો દાંત તૂટી ગયો હતો અને હોઠમાં તેમજ કપાળમાં લોહી નીકળવા લાગ્યું હતું. આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે ભાવનાબેન મકવાણાની ફરિયાદ પરથી યુવરાજ માણેક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application