મહાઆરતી સહિતના ધર્મકાર્ય યોજાયા: ગીનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલી અખંડ રામધૂનને ૬ દાયકા પૂર્ણઃ ૬૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં તળાવની પાળ પાસે આવેલા શ્રી બાલા હનુમાન મંદિરે બ્રહ્મલીન પૂ. પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂનનો ૧ ઓગસ્ટ ૧૯૬૪ માં આરંભ થયો હતો. જે પછી આજ દિન સુધી સતત 'શ્રી રામ જય રામ જય જય રામ'નો નાદ ગુંજી રહ્યો છે. જેને પગલે મંદિરને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.
યુદ્ધ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, ભૂકંપ અને કોરોના જેવી મહામારીના કપરા કાળમાં પણ રામ નામનો બ્રહ્મનાદ અવિરત ગુંજતો રહ્યો છે. આજે અખંડ રામધૂન નો ૬૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ થતા ષષ્ઠીપૂર્તિ પાટોત્સવ નિમિત્તે ભગવાનની વિશેષ શણગાર અને ભોગ અર્પણ કરવામાં આવ્યા હતાં. તેમજ સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો ભકતો જોડાયા હતા.
બાલા હનુમાન ટ્રસ્ટ ના પ્રમુખ જીતુભાઈ લાલ નાં માર્ગ દર્શન મુજબ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબોયફ્રેન્ડ એ ફિલ્મ છોડવા કહ્યું તો નયનતારાએ એને જ છોડી દીધો
November 19, 2024 11:59 AMઆખરે 'ઇમરજન્સી'ને લીલીઝંડી, આ તારીખે થશે રીલીઝ
November 19, 2024 11:58 AMટ્રમ્પ અને પુતિન ખાવા-પીવાનું ભૂલી શકે પરંતુ આ બ્રીફકેસ ક્યારેય નથી ભૂલતા! જાણો આટલું ખાસ કેમ
November 19, 2024 11:58 AMખંભાળિયામાં આપ દ્વારા હોસ્પિટલમાં થતી ગેરરીતિ સંદર્ભે આવેદન અપાયું
November 19, 2024 11:56 AM'કંતારા 2' નું અમેઝિંગ ટીઝર રિલીઝ
November 19, 2024 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech