ગીર સોમનાથમાં સિનિયર સર્વેયર રાવત સિસોદિયા 1 લાખની લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયો, જાણો શું હતો કેસ

  • April 20, 2025 03:00 PM 

ગીર સોમનાથના એસ.એલ.આર.કચેરીના સિનીયર સર્વેયર રાવત સિસોદિયા 1 લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગહાથ ઝડપાયો છે. ગીર સોમનાથના એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ગઢવીએ રાવતને કલેક્ટર કચેરીમાં આવેલ એસએલઆર ઓફિસમાં લાંચ લેતા ઝડપી લીધો હતો. 


શું કામ લાંચ માંગી?
આ કામે હકિકત એવી છે કે, ગીર સોમનાથ જિલ્લાની એસ.એલ.આર. કચેરીમાં ફરિયાદીએ પ્રોપર્ટીકાર્ડ કઢાવવા માટે પ્રમોલગેશનની અરજી આપી હતી. જે અરજી મંજૂર કરવાની કાર્યવાહી કરવાના આક્ષેપિતે  અરજદાર પાસેથી ૧,૫૦,૦૦૦ રૂપિયાની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. આ બાબતે રકઝકના અંતે આક્ષેપિતે ૧,૩૦,૦૦૦ રૂપિયામાં કામ કરી આપવાનું નક્કી કરેલ જે પૈકી રૂ.૧,૦૦,૦૦૦ આજરોજ ફરિયાદી પાસે મંગાવેલ અને બાકીના રૂ.૩૦,૦૦૦ પછીથી આપવાનું કહેલ.


ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો
આમ, ફરીયાદ લાંચની રકમ આપવા માગતાં ન હોય ફરીયાદએ ગીર સોમનાથ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં આજ રોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા એસએલઆરકચેરી ઈણાજ ખાતે આરોપી સ્થળ પર પકડાઇ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News