ગુજરાત એનસીસી ડાયરેક્ટરેટ વતી જામનગર ગ્રુપ દ્વારા આયોજિત "સૌરાષ્ટ્ર નૌકાયન" અભિયાન સંપન્ન

  • March 02, 2024 06:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત એનસીસી ડાયરેક્ટરેટ વતી જામનગર ગ્રુપ દ્વારા આયોજિત "સૌરાષ્ટ્ર નૌકાયન" અભિયાન સંપન્ન

21 ફેબ્રુઆરીથી 01 માર્ચ 2024 સુધી ચાલેલા આ અભિયાનમાં 75 એનસીસી કેડેટસ્એ ભાગ લઈ પોરબંદરથી દીવ સુધી 247 કિલોમીટરનું અંતર કાપ્યું.

ગુજરાત એનસીસીના વડા દ્વારા દીવમાં આ અભિયાનને સંપન્ન કરાવવામાં આવ્યું.


ગુજરાત દીવ દમણ અને દાદરા નગર હવેલી એનસીસી ડાયરેક્ટ ના નિર્દેશન અનુસાર જામનગર એનસીસી ગ્રુપના નેવી વિંગ દ્વારા પોરબંદરથી દીવ સુધી (MENU ) મોસ્ટ એન્ટરપ્રાઈસીંગ નેવલ યુનિટ અંતર્ગત 21 ફેબ્રુઆરી 2024 થી સૌરાષ્ટ્ર નૌકાયન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો હેતુ સાહસિકતા, નેતૃત્વ, અનુશાસનના ગુણો વિકસાવવાનો તથા ભારતીય નૌકાદળની ઉત્કૃષ્ટ કામગીરી ની ઝાંખી કરાવવાનો હતો.

ગુજરાત નૌસેના ક્ષેત્રના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ રીઅર એડમિરલ અનિલ જગ્ગી  દ્વારા આ અભિયાન ફ્લેગડ ઓફ (પ્રારંભ) કરાવવામાં આવ્યું હતું. આ "સૌરાષ્ટ્ર નૌકાયન"માં ગુજરાતના તમામ નેવી યુનિટ્સ ના 75 એનસીસી કેડેટ, 19 પરમેનેન્ટ ઇન્સ્ટ્રક્ટર સ્ટાફ, 02 (બે )એસોસિએટ એનસીસી ઓફિસર્સ સામેલ થયા હતા. 07  (સાત) ગુજરાત નેવલ યુનિટ એનસીસી વેરાવળ દ્વારા આયોજિત આ બાર દિવસીય અભિયાનમાં સમગ્ર ટીમ દ્વારા આશરે 247 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું.

આ સાહસિક અભિયાન અંતર્ગત કેડેટસે નુક્કડ નાટક ( મતદાન જાગૃતિ તથા જલ સંરક્ષણ અંગે ) ,સ્વાસ્થ્ય જાગૃતિ,  સ્વચ્છ  ભારત અભિયાન, હરિત ભારત , પ્લાસ્ટિકના ઉપયોગનો પ્રતિબંધ,બેટી બચાવો બેટી પઢાવોનો જનજાગૃતિ સંદેશ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આ સાથે આઈએનએસ વિશાખાપટ્ટનમ, આઈએનએસ સરદાર પટેલ અને પોરબંદર નેવલ એર સ્ટેશનની મુલાકાત લીધી હતી.

     
ગુજરાત,દાદરા નગર હવેલી, દમણ અને દીવ એનસીસી ડાયરેકટરેટના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ રમેશ શનમુગમે 01(પહેલી) માર્ચ 2024 ના રોજ આઈએનએસ ખુકરી મ્યુઝિયમ પાછળના ભાગે દીવ જેટ્ટી પર અંતિમ દિવસે આ નૌકાયન અભિયાનને સંપન્ન કરાવવા આવકાર્યું હતું. વિવિધ સ્પર્ધાના વિજેતા કેડેટ્સને મેડલ્સ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા એનસીસીએ દેશની યુવા પેઢીને દુર્લભ તાલીમ આપવાના ધ્યેયને સાર્થક કર્યો હતો.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application