લાલપુર તાલુકાના મોટી વેરાવળ, ખડખંભાળીયા અને મચ્છુબેરાજા ગામે સંકલ્પ રથનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

  • January 09, 2024 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિભિન્ન જનહિતકારી યોજનાઓને છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાના ઉત્કૃષ્ઠ અભિગમ સાથે ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે. જેને જામનગર જિલ્લામાં ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામે ગ્રામજનો દ્વારા સંકલ્પ રથ અને રથની સાથે પધારેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ જેટલી યોજનાઓના લાભો આપીને તેમને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને વિગતે માહિતી પુરી પાડી હતી. તેમજ ઉપસ્થિત સર્વેએ સંકલ્પ રથના માધ્યમથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને દર્શાવતી ફિલ્મ નિહાળી હતી.  
કાર્યક્રમના અંતે ગ્રામજનોએ વિકસિત ભારત-૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. આ કાર્યક્રમમાં ગ્રામ આગેવાન હિતેષભાઈ ગાગીયા, દાદુભાઈ ગાગીયા, અધિકારીગણ, લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
ઉપરાંત દેશમાં પ્રત્યેક નાગરિક સુધી સરકારી લાભો પહોંચાડવા અને તેમની સમસ્યાના સમાધાનના ઉદ્દેશ સાથે શરૂ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આગળ વધી રહી છે. ત્યારે જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ દરરોજ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તા.૭ જાન્યુઆરીના રોજ લાલપૂર તાલુકાના ખડખંભાળીયા અને મચ્છુબેરાજા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતાં ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાઓ વિષે જાણકારી મેળવી હતી.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાકીય લાભો લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ આયુષ્માન કાર્ડ, જલ જીવન મિશન, જન ધન યોજના, પીએમ કિશાન યોજના,ઓડીએફ પ્લસ થયેલ ગ્રામ પંચાયત અને ૧૦૦% જમીન રેકર્ડ ડિઝિટલાઈઝેશન થયેલ ખડખંભાળીયા અને મચ્છુબેરાજા ગ્રામ પંચાયતોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ગ્રામજનોએ વડાપ્રધાનનો રેકોર્ડેડ સંદેશ સાંભળ્યો હતો તેમજ ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લીધા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application