જિલ્લા કલેકટર શ્રી બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ સમિતિની બેઠક યોજાઈ

  • July 06, 2024 03:40 PM 

જિલ્લા કલેકટર શ્રી બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ સમિતિની બેઠક યોજાઈ

માસિક આર્થિક સહાય, દીકરી લગ્ન સહાય, અંતિમ ક્રિયા સહાય પેટે ભૂતપૂર્વ સૈનિકોના આશ્રિતોને રુ.4 લાખથી વધુની સહાય ચૂકવાઈ

જામનગર તા.06 જુલાઈ, જિલ્લા કલેક્ટરશ્રી અને પ્રમુખ શ્રી બી.કે.પંડયા, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ સમિતિ, જામનગરના અધ્યક્ષસ્થાને સમિતિની ત્રિમાસિક બેઠક અને સેવારત તથા પૂર્વ સૈનિકોની સમસ્યા નિવારણ અંગેની સમીક્ષા બેઠકનું કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. 

સમીક્ષા બેઠકમાં નિવૃત જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય, દીકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થું અને કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત અત્રેની કચેરીના શ્રી યોગેશ સોની, મુખ્ય કારકુને રજુ કરી હતી. તેમજ પુર્વ સૈનિકો તથા મંડળો તરફથી વિવિધ મુદ્દાઓ બાબતે જિલ્લા કલેક્ટરશ્રી સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ અધિકારીશ્રી, જામનગરના કમાન્ડર શ્રી સંદિપ જયસ્વાલ (નિવૃત) એ જણાવ્યું હતું કે, ગત તારીખ 01/04/2024 થી તારીખ 30/06/2024 સુધીમાં 21 પરિવારોને રૂ.3,66,050 ની માસિક આર્થિક સહાય, 01 પરિવારને રૂ.27,500 ની દીકરી લગ્ન સહાય, 04 પરિવારોને અંતિમ ક્રિયા સહાય પેટે રૂ.40,000 ની એમ કુલ રૂ. 4,33,550 ની સહાય ચુકવવામાં આવી છે. તેમજ સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ અંગેની વિગતો રજુ કરવામાંં આવી હતી.  

જિલ્લા કલેક્ટરશ્રીએ પુર્વ સૈનિકો તથા સ્વ.સૈનિકોના ધર્મપત્ની અને તેઓના આશ્રિતોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સવલતો મળી રહે તે માટેની કાર્યવાહીને પ્રાધાન્ય આપી સરકાર તરફથી લાગુ પડતી તમામ સહાયના લાભો સમયસર લાગુ પડતા તમામ લાભાર્થીઓને મળી રહે તે બાબતની કાર્યવાહી અગ્રતાના ધોરણે હાથ ધરવા સૂચન કરી ઉપસ્થિત સર્વેને માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ ઉપરાંત, જામનગરમાંં ડિફેન્સ મ્યુઝિયમ બને તે માટે ઝડપથી કાર્યવાહી હાથ ધરવામાંં આવશે.   

ઉક્ત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર શ્રી બી.એન.ખેર, ઈન્ડીયન આર્મી, ઈન્ડિયન નેવી અને ઈન્ડિયન એરફોર્સના અધિકારીશ્રીઓ, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ, એરફોર્સ એસોસીએશન જામનગરના પ્રમુખશ્રીઓ તથા સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application