જામનગર સહિત ગુજરાતના સમુદ્રમાં કોસ્ટગાર્ડ દ્વારા સાગર કવચ

  • October 18, 2024 11:06 AM 

નેવી, પોલીસ, મરીન પોલીસ, બીએસએફ, એનએસજી, જીએમબી, માછીમારો, ગુપ્તચર વિભાગ, પોર્ટ વિભાગ અને સીઆઇએસએફ દ્વારા કવાયતમાં ભાગ લેવાયો


ઇન્ડીયન કોસ્ટગાર્ડ દ્વારા તમામ સુરક્ષા એજન્સીઓને સાથે રાખીને જામનગર સહિતના ગુજરાત અને દિવ-દમણના દરિયામાં તા.16-17ના રોજ બે દિવસ સાગર કવચ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં નેવી, પોલીસ, બીએસએફ, સીઆઇએસએફ સહિતની મોટી સુરક્ષા સંસ્થાઓ અને માછીમારો જોડાયા હતાં, દરિયાકાંઠાની સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુ સાથે આ મેગા કવાયત યોજવામાં આવી હતી.


ગાંધીનગર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પ્રાદેશિક મુખ્યમથકે ગુજરાત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવ માટે 16-17 ઓક્ટોબર 2024 ના રોજ દરિયાકાંઠાની સુરક્ષા કવાયત ’સાગર કવચ’નું સંકલન કર્યું હતું. આ વર્ષમાં આ બીજી કવાયત છે અને તેનો હેતુ દરિયાઈ અને દરિયાકાંઠાની સુરક્ષાના પાસાઓ અને હાલના એસઓપીએસની માન્યતાને માન આપવાનો છે.


બે દિવસીય સાગર કવચ - 02/24 માં કોસ્ટલ સિક્યુરિટી મિકેનિઝમની અસરકારકતાનું સર્વગ્રાહી વિશ્લેષણ કરવામાં આવ્યું. વિવિધ હિસ્સેદારો જેમ કે ભારતીય નૌકાદળ, રાજ્ય પોલીસ, મરીન પોલીસ, બીએસએફ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ, જીએમબી, ફિશરીઝ, ઇન્ટેલિજન્સ બ્યુરો, પોર્ટ ઓથોરિટી, સીઆઇએએફ વગેરેએ કવાયતમાં ભાગ લીધો હતો, જેમાં ભારતીય કોસ્ટ ગાર્ડ, ભારતીય નૌકાદળ અને મરીન પોલીસના જહાજો અને બોટનો સમાવેશ થાય છે.


દરિયાઈ સુરક્ષા વાતાવરણમાં હિસ્સેદારો દ્વારા પ્રયત્નોની સિનજીર્ અને અસરકારકતાનું મૂલ્યાંકન કરવા અને તેને વધારવા માટે વિવિધ ઓપરેશનલ દૃશ્યોનું અનુકરણ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application