જામનગરના સહીયર નવરાત્રી મહોત્સવમાં મહિલા ૧૮૧ હેલ્પલાઇન ટીમ નો સુરક્ષા જોગ સંદેશ

  • October 07, 2024 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ગરબે ઘુમતી બહેન- દીકરીઓ નિર્ભય રીતે ગરબા રમજો: અમે તમારી સુરક્ષા માટે ૨૪ કલાક તહેનાતમાં છીએ


જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન પ્રાચીન અર્વાચીન રાસ ગરબા મહોત્સવ ચાલી રહ્યા છે, અને તેમાં અનેક નાની-મોટી બાળાઓ તેમજ યુવતીઓ ગરબા રમીને માતાજીની આરાધના કરી રહી છે, ત્યારે કોઈ આવારા તત્વોની રંજાડ જોવા ન મળે, અથવા તો કોઈપણ બહેન દીકરી સુરક્ષાથી વંચીત ન રહે, તે માટે જામનગર ની મહિલા ૧૮૧ અભિયમ્ ની ટીમ ૨૪ કલાક કાર્યરત છે, અને સતત પેટ્રોલિંગ કરી રહી છે.


જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ ના માર્ગદર્શન હેઠળ ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમ ચોવીસેય કલાક તહેનાત માં રાખવામાં આવી છે. અને ખાસ કરીને સાંજે તેમજ રાત્રિના સમયે તમામ રાસ ગરવાના સ્થળો પર ટીમને દોડતી કરાવાઈ છે.


જેમાં ૧૮૧ ની મહિલા ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી તેમજ પોલીસ કોન્સ્ટેબલ મનીષાબેન ગોહિલ તેમના પાયલોટ સુરજીતસિંહ વાઘેલા સાથે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં નીકળી રહ્યા છે, અને અલગ અલગ પ્રાચીન- પ્રાચીન રાસ મહોત્સવ ની મુલાકાત લઈ નારીની સુરક્ષા માટેની ચિંતા કરી રહ્યા છે.


જામનગરના એમ. પી. શાહ કોમર્સ કોલેજના મેદાનમાં ચાલી રહેલા સહીયર નવરાત્રી મહોત્સવમાં ઉપરોક્ત ૧૮૧ મહિલા હેલ્પ લાઇનના કાઉન્સેલર શીતલબેન સોલંકીએ મંચ પરથી માઈક દ્વારા ગરબે ઘુમતી બાળાઓને સંદેશો આપ્યો હતો, કે તમે મન મૂકીને ગરબા રમજો તમારી સુરક્ષા માટે જામનગરની મહિલા પોલીસ ટીમ રાઉન્ડ ધ ક્લોક તહેનાતમાં છે. પોલીસ ડ્રેસમાં ઉપરાંત સાદા અથવા ગરબા રમવા ના પહેરવેશ માં પણ મહિલા પોલીસની 'સી' ટીમ બનાવાઇ છે, અને તમારી વચ્ચે જ સાથે જોડાઇ છે.


જો કોઈને પણ આવારા તત્વોની રંજાડ અથવા આવી કોઈ ફરિયાદ મળે તો તુરત જ ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક સાધવા અનુરોધ કર્યો હતો.


રાત્રિના સમયે શહેર થી દૂરના વિસ્તારમાં એકલા નહીં નીકળવા, અને પોતાના પરિવારની સાથે જ રહેવા, ઉપરાંત પોતાના મોબાઈલ ફોન મારફતે પરિવારજનોને લોકેશન શેર કરવા સહિતના જુદા જુદા સંદેશાઓ પણ આપ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application