સફાઈ કામદાર મંડળની રાજ્યકક્ષા સુધી રજૂઆત: અરજદારો અને વકીલોને જામનગર સુધી થવું પડે છે લાંબુ: દ્વારકા ખાતે લેબર કોર્ટ ફાળવવા માંગ
તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના વતની તથા રાજ્યના સફાઈ કામદાર મહામંડળના મહામંત્રી રમેશભાઈ વાઘેલા દ્વારા રાજ્યના ઔદ્યોગિક અદાલતોના પ્રમુખને રજૂઆતો કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લેબર કોર્ટનું સિટીંગ ફાળવવા જણાવ્યું હતું.
તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લો ર૦૧૩ ૧પ ઓગસ્ટથી નવો બનેલો છે તથા દ્વારકા જિલ્લાનું વડું મથક ખંભાળિયા છે. જ્યાં જિલ્લા કક્ષાની તમામ મુખ્ય કચેરીઓ તથા મોટા ભાગની કોર્ટો પણ આવેલી છે, પરંતુ ર૦૧૩ થી નવા બનેલા જિલ્લાને હજુ સુધી લેબર કોર્ટની સવલત પ્રાપ્ત થઈ નથી.
દ્વારકા જિલ્લામાં અનેક મહાકાય ઉદ્યોગોની સાથે અનેક નાની-મોટી ફેક્ટરીઓ, કારખાનાઓ, ઉદ્યોગો કાર્યરત છે. જેમાં હજારો કર્મચારીઓ કામ કરી રહ્યા છે, પરંતુ ગરીબ અને નબળા મધ્યમ વર્ગના મજૂરોને ઈજા, અકસ્માત, મૃત્યુ જેવા કેસમાં તેમને કે તેમના પરિવારોને વળતર માટેના દરેક કિસ્સાઓમાં ફરજિયાત જામનગર સુધી લાંબુ થવું પડે તથા લાંબી મુદ્તો પડ્યે ધક્કા ખાઈ આર્થિક નુક્સાન પણ થાય છે.
હાલ જામનગર કોર્ટમાં ૩પ ટકા જેટલા કેસો દ્વારકા જિલ્લાના છે. જો દ્વારકામાં લેબર કોર્ટ ચાલુ થાય કે સિટીંગ થાય તો તેનો પણ બોજો ઘટે તથા ગરીબ મજૂરોને પણ ધક્કા જામનગરના ના ખાવા પડે તથા ઝડપી ન્યાય મળે તેમ હોય, તાકીદે યોગ્ય કરવા રમેશભાઈ વાઘેલાએ માંગ કરીને આ બાબતે મુખ્યમંત્રી, ચીફ જસ્ટિસ ગુજરાત, રાજ્યના કાનૂન મંત્રી ઋષીકેશ પટેલ તથા શ્રમ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા ખંભાળિયાના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાને રજૂઆત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech