ગુલાબનગર નજીક એસટી ખાડામાં ખૂંપી: ટ્રાફિકજામ થતાં 108 ફસાઇ

  • November 27, 2024 11:59 AM 

જામનગર શહેરના ગુલાબનગર પોલીસ ચોકી નજીક પાણીની લાઈન માટે રોડની વચ્ચે ખોદકામ કરી અને આડેધડ ખાડા બુરી દઈ લાલિયાવાડી ચલાવતા કોન્ટ્રાક્ટર સામે ક્યારે નગરપાલિકા કરશે કાર્યવ્ાહી ? ગુલાબનગર પોલીસ ચોકી પાણીની પાઇપલાઇન માટે ખોદેલા ખાડામાં સીટી બસનું ટાયર ઘુસી જતાં ટ્રાફીકજામ સર્જાયો હતો, અવારનવાર જામનગર શહેરમાં વિવિધ જગ્યા ઉપર ખોદકામ કરી અને માત્ર માટી અને પાણી નાખી ખાડા બુરી દેવામાં આવે છે, ત્યારે અનેક વખત લોકોને હાલાકી પડે છે, ગુલાબનગર નજીક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઇમરજન્સી સારવારમાં જતી હોય તે દરમિયાન ટ્રાફિકમાં ફસાઈ હતી અને મોટો ટ્રાફિકજામ સર્જાયો હતો એક બાજુ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે તો બીજી બાજુથી આવતા રસ્તામાં ટ્રાફિકજામ સર્જાયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application